GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

મોહન ભાગવત દ્વારા અનામત અંગે આ નિવેદન આપ્યા બાદ હોબાળો

અનામત અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કરેલી ટીપ્પણી અંગે  ઊભા થયેલા વિવાદને દબાવી દેવા સંઘ તરફથી એવો ખુલાસો કરાયો હતો કે તેમના નિવેદન પરની ચર્ચા નકામી છે અને સઘ હમેંશા અનામતની તરફેણમાં જ રહ્યું હતું.આવા સંવેદનશીલ મુદ્દાને  સમાજની અંદર જ સૌહાર્દપૂર્ણ માહોલમાં આપસી વાતચીત દ્વારા  ઉકેલવો જોઇએ. 

સંઘના પ્રચાર પ્રમુખ  અરૂણ કુમારે ટ્વિટ કરીને કહ્યું હતું કે  તેમના સંગઠને  અનેક વાર સ્પષ્ટતા કરી હતી કે સંઘ હમેંશા દલિતો, આર્થિક નબળા લોકો, અનુસુચિત જનજાતી અને આર્થિક રીતે નબળા લોકોને અનામતના લાભને ટેકો આપે જ છે.’

દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કરેલા સંબોધન અંગે બિન જરૂરી વિવાદ ઊભો કરાયો હતો. તેમણે તો માત્ર એટલું જ કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દાનો ઉકેલ આપસી ચર્ચા દ્વારા જ લાવી શકાય છે અને અનામતનો મદ્દો પણ એવા જ માહોલમાં ચર્ચાવો જોઇએ’એમ તેમણે કહ્યું હતું.

મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે અનામતની તરફેણ કરનારાઓ અને તેના વિરોધી વચ્ચે મૈત્રિભર્યા વાતાવરણમાં ચર્ચા થવી જોઇએ. કોંગ્રેસ અને બસપા જેવા પક્ષોએ આ નિવેદન પર ભાજપ અને સંઘ પરિવારની ભારે વખોડણી કરી હતી. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ભાગવતની ટીપ્પણી સંઘ પરિવાર દલિત  અને અનામત વિરોધી છે એ વાતની પુષ્ટી કરે છે. ભાજપ અને સંઘનો આ જ અસલી ચહેરો છે. 

સંઘ અને ભાજપ બંને દલિત વિરોધી : કોંગ્રેસ

સંઘ પ્રમુખ મોહન ભાગવતે અનામત અંગે આપેલા નિવેદન બાદ રાજકિય ચર્ચા અને વિવાદ ઉભો થયો છે. ભાગવતે આપેલા નિવેદનના જવાબમાં કોંગ્રેસે સંઘ અને ભાજપ બંને દલિત વિરોધી છો તોવા આક્ષેપો લગાવ્યા છે.

વધુમાં કોંગ્રેસે જણાવ્યું છે કે અનામત અને બંધારણ તેના નિશાના પર છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યુ છે કે ભાજપ અને સંઘની આદત છે કે આવા નિવેદનો વડે સતત વિવાદ ઉભા કરે છે, જેથી જે મૂળ પ્રશ્નો છે તે પરથી જનતાનું ધ્યાન ડાયવર્ટ થઇ જાય.

તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પુનિયાએ આરેપ લગાવતા જણાવ્યું છે  કે ભાજપ જ્યારે પણ સત્તા પર આવી છે ત્યારે તેણે બંધારણમાં ફેરફાર કરવાના પ્રયત્નો કર્યા છે. મોહન ભાગવતનું નિવેદન ભાજપ અને સંઘની માનસિકતા બતાવે છે, જે દલિત અને ઓબીસી વિરોધી જ છે. આ નિવેદન પહેલાથી જ પ્લાન હતું. આ લોકો દલિત અને ઓબીસી વર્ગના લોકોને મળતા લાભને બંધ કરવા માંગે છે.

Read Also

Related posts

પ્રવાસી મજૂરો પાસેથી બસો કે ટ્રેનોનું ન લેવાય ભાડું : ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકારો કરે, સુપ્રીમ બગડી

Harshad Patel

જંગ-એ-બદદ્રના દિવસે 400 સૈનિકો હતા આતંકવાદીઓનો ટાર્ગેટ, 20 કિલો વિસ્ફોટ ફૂરચે ફૂરચા ઉડાવી દેત

Dilip Patel

અફવા : સરકારને ફટકાર લગાવનાર જે.બી. પારડીવાલાની સોશિયલ મીડિયાએ કરી દીધી બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!