GSTV

સૌથી મોટો ખુલાસો/ મોહન ભાગવતે સ્વીકાર્યું કે કોરોના વાયરસની પહેલી લહેર બાદ મોદી સરકાર બેદરકાર બની, પરીક્ષાનો સમય

Last Updated on May 16, 2021 by Pravin Makwana

દેશમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું જોઇએ. મોહન ભાગવત પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે કોરોના વાયરસની પહેલી લહેર બાદ સરકાર બેદરકાર બની હતી.

કોરોના

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે પોઝિટિવ રહેવું જોઇએ અને વર્તમાન પરિસ્થિતિમાં પોતાને કોરોના નેગેટિવ રાખવા માટ સાવધાની રાખવી જોઇએ. સાથે વર્તમાન સ્થિતિમાં તર્ક વગરના નિવેદનો પણ ના આપવા જોઇએ. આ પરીક્ષાનો સમય છે અને આપણે એકજૂથ થઇને રહેવું પડશે. સાથે એક ટીમની માફક કામ કરવું પડશે.

કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર આરએસએસ પ્રમુખે આગળ કહ્યું કે આપણે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોરોનાની પહલી લહેર બાદ બેદરકાર બની ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઇ રહી છે, ત્યારે આપણે ડરવાની નહીં પરંતુ જાતે તૈયાર થવાની જરુર છે.

કોરોના મોહન ભાગવત

મોહન ભાગવતે આગળ કહ્યું કે કોરોના મહામારી મનાવતા સામે એક પડકાર છે અને ભારતે એક ઉદાહરણ પુરુ પાડવાનું છે. આપણે દોષ અને ગુણની ચર્ચા કર્યા વગર એક ટીમ બનીને કામ કરવાનું છે. દોષની અને ગુણની વાત આપણે પછી પણ કરી શકીશું, અત્યારે એક ટીમ તરીકે કામ કરવાનો સમય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!