GSTV
ANDAR NI VAT

ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી

ભગવંત

જનતાને અપાતી નિઃશૂલ્ક યોજનાઓને નેતાઓ ફ્રી રેવડી કહી રહ્યા છે, પરંતુ તેઓ કેટલી ફ્રી રેવડી ખાઈ જાય છે તેનો ક્યારેય હિસાબ કરતા નથી.

મફત ફોન, મફત વીજળી, મફત સરકારી આવાસો, ગાડી, ઑફિસ, કર્મચારીઓ. આટલું ઓછું હોય તેમ વારંવાર સાંસદો અને ધારાસભ્યોના ભથ્થા વધારી દેવામાં આવે છે. સાંસદોને ફ્રી રેવડી ખાવામાં કોઈ તકલીફ પડતી નથી. બસ જનતાને કોઈ નિઃશૂલ્ક સહાય મળી જાય તો એ રેવડી તેમની આંખમાં કાંકરાની જેમ ખૂંચે છે. જે દેશમાં સરકારી કર્મચારીઓને 2004થી પેન્શન બંધ છે ત્યાં ધારાસભ્યો જેટલી વાર ધારાસભ્ય બને એટલી વખત પેન્શન મળે છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વન એમએલએ વન પેન્શન યોજના લાગુ કરીને આ પ્રકારની સિસ્ટમને વિદાય આપી દીધી છે. પંજાબમાં હવે ધારાસભ્ય એક વખત ચૂંટાયેલો હોય કે પાંચ વખત પેન્શન એક જ વખત મળશે. પોતાની રેવડી બધાને મીઠી લાગે છે તો બીજાની શા માટે કડવી લાગે છે. નેતાઓની સુવિધા બંધ કરવામાં આવશે ત્યારે જ તેમને આ વિશે સમજ પડશે.

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV