GSTV
Home » News » જય જગન્નાથના પ્રચંડ ઘોષ સાથે ભગવાન જગન્નાથજીની 142મી જળયાત્રાનો પ્રારંભ

જય જગન્નાથના પ્રચંડ ઘોષ સાથે ભગવાન જગન્નાથજીની 142મી જળયાત્રાનો પ્રારંભ

અમદાવાદમાં ચોથી જુલાઈએ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળશે.. જેનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાથે રથયાત્રા મહોત્સવનો પ્રારંભ થાય છે. 15 શણગારેલા ગજરાજોની આગેવાનીમાં ત્રણ શણગારેલા બળદગાડા સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે જળયાત્રા નીકળે છે.

ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળે છે. જે મંદિરની સામે પાર સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. જ્યાં ગંગાપૂજન કરવાનો મહિમા છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા નીજ મંદિરે પરત ફરશે. અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે.

જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને હજારો ભક્તોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકાર સાથે મૂર્તિઓને દૂધ અને કેસર સ્નાન કરાવાય છે. જળયાત્રામાં સામેલ થનારા બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યો છે. જેમાં ઊનનો પણ ઉપયોગ કરાયો છે. જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરોએ સુશોભિત કર્યા છે.

સાબરમતી ભૂદર પહોંચી જળયાત્રા

ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતી ભુદરના આરે આવી પહોંચી. ત્યારે સૌપ્રથમ ગજરાજની સવારી ભુદરને આરે પહોંચી. સુંદર રીતે શણગારેલા અને યાત્રાની આગેવાની કરી રહેલા ગજરાજ કળશ સાથે ભુદરને આરે પહોંચ્યા.

ગજરાજોએ આકર્ષણ જમાવ્યું

ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં શણગારેલા ગજરાજોએ આકર્ષણ જમાવ્યું. શાહી ચાલ સાથે ચાલતા ગજરાજોનો મિજાજ કંઈક અનોખો જોવા મળે છે. તો ભક્તો પણ ભક્તિના રંગે રંગાઈ જાય છે. ભગવાનના આ રૂડા અવસરમાં ભક્તો પરંપરાગત રીતે નાચગાન કરીને ભગવાનને લાડ લડાવતા ભજન કિર્તન સાથે ભગવાનનો જયઘોષ કરે છે. મહિલાઓની રાસ મંડળીઓ પણ ભગવાનનો રાજીપો મેળવવા ભજન કિર્તન સાથે જળયાત્રામાં જોડાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah

કર્ણાટકનાં CM પદેથી કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, આગામી બે દિવસમાં ભાજપ સરકાર રચવાનો દાવો રજૂ કરશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!