GSTV
Home » News » ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહિર સમાજ થયો એક, વેરાવળમાં શક્તિ પ્રદર્શન

ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહિર સમાજ થયો એક, વેરાવળમાં શક્તિ પ્રદર્શન

કોંગી ધારાસભ્ય પદેથી ભગવાનભાઈ બારડના સસ્પેન્શન સામે સમગ્ર આહિર સમાજ એક થઈને પોતાની નારાજગી અને આકરોશ વ્યક્ત કરી રહ્યો છે. આજે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન આયોજિત થયુ છે. જેમાં તમામ આહિર સમાજના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે.

આ સંમેલનમાં ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ થયેલા ભગવાનભાઈ બારડ પણ પહોંચ્યા છે. તો સભા સ્થળે પહોંચતા જ તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર થયા હતા. મહિલાઓ, યુવાનો, સમાજના આગેવાન વયોવૃદ્ધ સૌ કોઈ તેમને સમર્થન આપવા આહિર સમાજના શક્તિ પ્રદર્શનમાં સામેલ થયા છે. કોંગી ધારાસભ્ય અમરિષ ડેર અને વિક્રમ માડમ પણ આહિર સમાજના શક્તિ સંમેલનમાં સ્ટેજ પર જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

કર્ણાટકના રાજકીય સંકટમાં નવો વળાંક, 17 ધારાસભ્યો માટે ખૂલ્યા સુપ્રીમના દરવાજા

Riyaz Parmar

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!