GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ : રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર રહેશે જનતા કર્ફ્યુ, ગૃહ વિભાગે આટલા લોકોને ભાગ લેવાની આપી મંજૂરી

આવનારી ર૩મી જૂને અમદાવાદમાં ૧૪૩મી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ વખતે રથયાત્રા નીકળશે. જો કે રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર જનતા કર્ફ્યુ રાખવામાં આવશે. સાથે જ યાત્રામાં માત્ર બસો જણા જ ભાગ લેશે. આ બસો જણા કોણ હશે તેનો નિર્ણય જગન્નાથ મંદિર લેશે. રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા જગન્નાથ મંદિર પાસે બસો જણાનુ લીસ્ટ માંગવામાં આવ્યુ છે. સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે રથયાત્રા તેની પરંપરા પ્રમાણે નગરચર્યા કરશે.

રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન લોકો ઘરમાંથી કે અગાશી પરથી દર્શન કરી શકશે. જો કે રૂટના રસ્તા પર લોકો એકઠા નહી થઇ શકે. રથયાત્રાના આયોજનને લઇને આવતીકાલે મહતવનો નિર્ણય લેવાશે. આવતીકાલે રાજય સરકારની કેબિનેટ બેઠક મળી રહી છે. આ બેઠકમાં આવનારી રથયાત્રા અને તેના આયોજનને લઇને ચર્ચા થવાની છે. ખાસ કરીને કોરોનાને કારણે ધાર્મિક મેળાવડા અને ઉત્સવો પર સરકારે બંધી મૂકી છે.

ત્યારે આવા સંજોગોમાં ભગવાન જગદીશની યાત્રા કેવી હશે તેને લઇને ચાલતી અસમંજસનો કાલે અંત આવી શકે છે. મહત્વનુ છે કે કોરોનાની સ્થિતી વકરવાના અંદેશાને લઇને આઇબીએ યાત્રાના આયોજન સામે લાલ બત્તી ધરી છે. તો મંદિરે આ વખતે યાત્રા સાદગીથી યોજવાની એક તરફ તૈયારી કરી લીધી છે. જે ચર્ચાઓ છે તે મુજબ આ વખતે રથયાત્રા સવારે નીકળી બપોર સુધીમાં નિજ મંદિર પરત ફરે તેવી તૈયારીઓ કરાઇ છે. ત્યારે રથયાત્રાનુ આ વખતુ આયોજન કેવુ રહેશે તેને લઇને ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવી જાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed
GSTV