GSTV
Home » News » ભગા બારડને સસ્પેન્ડ કરવાનું BJPને ભારે પડશે, આ સમાજમાં પણ છે સરકાર સામે રોષ

ભગા બારડને સસ્પેન્ડ કરવાનું BJPને ભારે પડશે, આ સમાજમાં પણ છે સરકાર સામે રોષ

bhaga barad ahir

ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો કબજે કરી હતી પરંતુ ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું આ ચૂંટણીમાં શક્ય લાગતુ નથી. કારણ કે કેટલાક પરીબળોને કારણે સ્થિતિ બદલાઇ ગઇ છે. પાટીદારોના આંદોલન બાદ પાટીદાર ઉપરાંત OBC અને ત્યારબાદ દલિત સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું.  આ ત્રણે સમાજના નાગરિકોની નારાજગીને કારણે જ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડયો હતો. સમાજોની નારાજગી સંપૂર્ણ દૂર થઇ નથી. તો બીજી બાજુ ભાજપ સરકારે કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓને શામ-દામ દંડ અને ભેદથી તોડીને ભાજપમાં લાવી દીધા છે. જેની પણ મતદારો પર વિપરીત અસર થઇ છે.

bhagwan barad

બળવાખોરોનું ભવિષ્ય ભાજપમાં ઉજળું નથી

2017ની વિધાનસભાની ચૂંટણીમાં બેને બાદ કરતા કોંગ્રસના મોટા ભાગના બળવાખોરો ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી હારી ગયા હતા. આ વખતે પણ સ્થિતિ એ પ્રકારની જ જોવા મળે છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, ડો. આશાબહેન પટેલ, પરષોત્તમ સાબરીયા, વલ્લભ ધારવીયાને ભાજપ પોતાનામાં લઇ ગયું હતું. ઉપરાંત તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું ધારાસભ્ય પણ કોર્ટે સજા કરતા રદ કરાયું છે.

આહિર સમાજમાં ભારે રોષ ઉભો થયો છે

બારડને ગેરલાયક ઠેરવવામાં સરકારની ભૂમિકાને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે. આવી બધી સ્થિતિને કારણે ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે. બારડ આહિર સમાજના છે. બીજી બાજુ ભૂતકાળમાં સરકારનાં બે મંત્રી બાબુ બોખીરીયા તથા પુરુષોત્તમ સોલંકીને પણ ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે સજા કરી હતી પરંતુ તેમના વિરૂદ્ધ કોઇ જ પગલા ક્યારેય લેવાયા નથી. જેને લઇને પણ આહિર સમાજમાં ભારે રોષ ઉભો થયો છે. બીજી બાજુ પાટીદારોમાં પણ ભાજપ સરકાર સામે આક્રોશ છે જ. લોહાણા સમાજ પણ ખુશ નથી. લોકસભાની ચૂંટણીમાં આ સમાજોના લોકો સંપી જવાના છે તેમજ ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરી શકે તેવી ભીતી છે. આમ તાલાલાના કોંગ્રેસના ધારાસભ્યનું સભ્યપદ રદ કરવાનું પગલું ભાજપ માટે બૂમરેંગ સાબિત થઇ શકે છે.

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!