GSTV
Home » News » કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે સજાના હુક્મ સામે સ્ટે મેળવવા હાઈકોર્ટમાં રિટ કરી

કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે સજાના હુક્મ સામે સ્ટે મેળવવા હાઈકોર્ટમાં રિટ કરી

ગેરકાયદે લાઈમ સ્ટોન ખનન કેસમાં સજા પામેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડે વેરાવળ કોર્ટે સજાના અમલ સામે સ્ટે નહીં ફરમાવતા તે હુક્મને હાઈકોર્ટ સમક્ષ પડકારી સજાના હુક્મ સામે સ્ટેની માંગણી કરતી રિટ અરજી કરી છે. જેની સુનાવણી ૧૩મી જૂને નિયત કરવામાં આવી છે.

તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને વેરાવળની કોર્ટે ગેરકાયદે લાઈમ સ્ટોન ખનન કેસમાં બે વર્ષ અને નવ મહિનાની કેદની સજા ફરમાવી હતી. આ સજા સામે તેમણે વેરાવળની સેશન્સ કોર્ટમાં અપીલ કરી સજાના અમલ સામે સ્ટેની માગણી કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે સ્ટે આપવાની માગણી ફગાવી દીધી હતી. આથી તેમણે હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે. 

આ અગાઉ ભગા બારડને સજા થઇ અને ચુકાદો જાહેર થયો તે પછી પાંચદિવસ બાદ વિધાનસભાના અધ્યક્ષે આ ચુકાદાના આધારે તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવ્યા હતા.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!