GSTV

Bhadli Navami 2020: 29 જૂનના દિવસે લગ્નનુ છેલ્લુ મુહૂર્ત, પછી 5 મહિના જોવી પડશે રાહ

Last Updated on June 29, 2020 by pratik shah

29 જૂનના રોજ ભડલી નવમી છે. તે લગ્ન માટે અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે લગ્ન અથવા માંગલિક કાર્ય કરવા માટે પંચાગ જોવાની જરૂરિયાત રહેતી નથી. ભડલી નવમી પર શહેરમાં ઘણા લગ્ન થશે. ત્યારબાદ 1 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે, બાદમાં 4 મહિના અને 25 દિવસ સુધી લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી જો લોકોના લગ્નના મુહૂર્ત નથી નીકળી રહ્યા અથવા લોકડાઉન અને કોરોનાના કારણે જો લોકો પોતાના લગ્ન શુભ મુહૂર્તમાં નથી કરી શક્યા,તેમના માટે ભડલી નવમીનુ અબુઝ મુહૂર્ત પર પોતાના લગ્ન સંપન્ન કરી શકે છે.

ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરવા માટે જશે

જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે દેવશયની એકાદશીથી 4 મહિના 25 દિવસ માટે બધા શુભ કાર્યો પર રોક લાગી જશે. કારણ કે, 4 મહિના 25 દિવસ માટે 1 જુલાઈથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરવા માટે ચાલી જશે. ત્યારબાદ શૂભ કાર્યો માટે દેવઉઠની એકાદશી સુધી રાહ જોવી પડશે. જે 25 નવેમ્બર 2020ના રોજ આવશે, તે સાથે જ નવેમ્બર અને ડિસેમ્બર 2020માં પણ ખૂબ જ ઓછા લગ્નના મુહૂર્ત આવે છે.

આ છે મુહૂર્ત

બ્રજભૂમિ પંચાંગ મુજબ જૂન 2020 માં લગ્નની શુભ તારીખો 28, 29, 30 છે. 1 જુલાઈથી 24 નવેમ્બર સુધી કોઈ મુહૂર્ત નથી. ત્યારબાદ નવેમ્બર મહિનામાં 25, 27, 30 મી નવેમ્બર, ડિસેમ્બરમાં 1, 6, 7, 9, 10, 11. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી ફરીથી લગ્ન કરવાનું શુભ નથી. 17 જાન્યુઆરી 2021 ના ​​રોજ દેવગુરુ બૃહસ્પતિ પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કરશે, જે 15 ફેબ્રુઆરી ઉદય થશે. લગ્ન સમયે છોકરીનો ગુરુ ગ્રહ ઉદય થવો આવશ્યક છે. આ સમય દરમિયાન પણ વિવાહ થઈ શકશે નહી. 13 ફેબ્રુઆરી 2021 થી શુક્ર દેવ પૂર્વ દિશામાં પ્રસ્થાન કરશે અને 18 એપ્રિલ 2021 ના ​​રોજ ઉદય થશે. વરરાજા માટે શુક્રનો ઉદય થવો જરૂરી છે. જેના કારણે આ સમય દરમિયાન પણ લગ્ન શક્ય બનશે નહીં. બાદામાં વર્ષ 2021 માં એપ્રિલ મહિનામાં 25 મી એપ્રિલે પ્રથમ લગ્ન મુહૂર્ત આવશે. 26,27,30 એપ્રિલના રોજ લગ્ન કરશે. જ્યારે મે 2021 માં 2, 4, 7, 8, 22, 23, 24, 26, 30, 31 જૂન મહિનામાં. 5, 6, 19, 20, 24, 27, 28, 30 જૂન છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!