GSTV

કોરોના ઇફેક્ટ / ભાદરવી પૂનમનો મેળો યોજવા બાબતે ભટ્ટજી મહારાજનું મોટું નિવેદન, શું આ વર્ષે મેળો યોજાશે?

Last Updated on August 18, 2021 by Dhruv Brahmbhatt

કોરોના મહામારીના કારણે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા બાદ હવે ભાદરવી પૂનમે યોજતા અંબાજીના મહામેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો ન હતો અને આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો ન યોજાય તેવી શક્યતા છે. પદયાત્રિક સંઘો સાથે ભટ્ટજી મહારાજે બેઠક કરી હતી અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે તેમ તેઓએ કહ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ આ મેળાને લઈને આખરી નિર્ણય કરાયો નથી. ત્યારે રાજ્ય સરકાર અને કલેક્ટર મેળા અંગે આખરી નિર્ણય કરશે.

સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષ 2020 માં કોરોનાના કારણે ભાદરવી મહાકુંભને સ્થગિત કરી દેવાયો હતો. જ્યારે હવે મેળો શરૂ થવામાં 27 દિવસ જ બાકી છે. ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઇભક્તો માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવી શકશે કે કેમ? એ બાબતે પણ ભારે અસમંજસ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ભાદરવી મેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા પાંચથી છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવતી. પરંતુ આ વખતે કોરોના મહામારીને જોતા વહીવટી તંત્રનો કોઈ જ સળવળાટ જોવા મળતો નથી.

રાજ્ય સરકાર અને કલેક્ટર મેળા અંગે આખરી નિર્ણય કરશે

કલેક્ટર આનંદ પટેલે કહ્યું કે, ‘ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે. અત્રેની કચેરીએથી તમામ વિગતો રાજ્ય કક્ષાએ મોકલી દેવામાં આવી છે. મેળો યોજવા અંગે અગાઉથી આયોજન કરવું પડતું હોય છે એટલે એ બાબતનું સરકારને ધ્યાન દોર્યું છે.’

READ ALSO

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah

BJP-AIMIM ભાઈ ભાઈ/ અમદાવાદના મેયરે ઔવેસીના પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા કોંગ્રેસ ધૂંઆપુઆ થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!