GSTV
Home » News » ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી ચર્ચામાં, એક સન્યાસીના માતા પિતા તેના પુત્રને પરત લેવા આવ્યા

ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી ચર્ચામાં, એક સન્યાસીના માતા પિતા તેના પુત્રને પરત લેવા આવ્યા

અમદાવાદના ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી એકવખત ચર્ચામાં આવ્યુ છે.આ વખતે દિશાંત નામના એક સન્યાસીના માતા પિતા તેના પુત્રને પરત લેવા માટે આવ્યા હતા.જો કે માતાપિતા મંદિર પહોંચે તે પહેલા જ પુત્ર દિશાંત જેણે સન્યાસ ધારણ કરી લીધો છે તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

ચર્ચામાં ભાડજનું હરેકૃષ્ણ મંદિર હતું. એક તરફ મંદિરમાં સંન્યાસ ધારણ કરીને રહેતો દિશાંત હતો. તો બીજી તરફ પોતાના દિકરાને પામવા વલોપાત કરી રહેલા રડતા માતાપિતા. માતાપિતાનો આગ્રહ હતો કે તેનો દિકરો દિશાંત તેની સાથે આવી જાય.

ફરી તેમની સાથે રહે પરંતુ જ્યારે  આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા મામલો ગરમાઇ ગયો હતો. માતાપિતા અને સ્વજનોનો આક્ષેપ હતો કે તેના પુત્રનું બ્રેઇન વોશ કરીને તેને પરિવારથી જુદો પાડી દેવાયો છે. જ્યારે આ મામલે સંન્યાસી બની ગયેલો દિશાંત ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તે પોતાની જાતે સ્વેચ્છાએ આ મંદિરમાં આ જીવન સેવા કરવા  માટે આવ્યો છે.

આ સમગ્ર મામલે હકિકત શું છે તે તો ખબર નહીં પડે પરંતુ એકવાત હકીકત છે એક દિકરો જેણે તેના ભગવાનરૂપી માતાપિતાને તરછોડીમાં મંદિરમાં ભગવાનની સેવા શરૂ કરી છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો દિશાંતના માતાપિતા જે રડતા રડતા આવ્યા હતા.અને પોતાના પુત્ર વિના રડતા રડતા જ ઘરે પરત ફર્યા છે.

 

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!