ભાભીજી થયા પ્રેગનેન્ટ, થોડા સમયમાં જ ફેન્સને આપશે ખુશખબરી, ક્લિક કરી જુઓ બેબી બમ્પની તસવીરો

નાના પડદાના સૌથી પોપ્યુલર શો ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી એટલે કે સૌમ્ય ટંડન હાલ સારા દિવસોમાંથી પસાર થઈ રહી છે. સૌમ્યા જલ્દી જ માં બનવાની છે. તેણે પોતાનું પહેલું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેનો બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યો છે.

સૌમ્યાએ પોતાના ફોટોગ્રાફસ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. વર્ષ 2016માં સૌમ્યાએ બોયફ્રેન્ટ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા 10 વર્ષ સુધી બંન્નેએ એકબીજાને ડેટ કર્યા હતા.

આ પહેલા સૌમ્યાએ પોતાના બેબી બમ્પની બે તસવીરો શેર કરી ફેન્સને ખબર આપી હતી. પ્રેગનેન્ટ હોવા છતા સૌમ્યાની સ્ટાઈલમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી આવ્યો. તે બેબી બમ્પ સાથે ખૂબસુરત લાગી રહી છે.

સૌમ્યાએ પોતાની પ્રેગનન્સી વિશે લખ્યું છે કે, આજ એક જાદુગર જેવો અનુભવ કરૂ છું. થોડા દિવસોથી મને લાગી રહ્યું છે કે હું સુપરહિરો બની ગઈ છું. આશિર્વાદ અને ઈશ્વરિયતાથી ભરેલું મહેસૂસ કરી રહી છું. હું ખૂબ જ ઉત્સાહિત છું. જેમ કે હું આકાશમાં ઉડી રહી હોવ. સૌથી મોટી ખબર હું પ્રગનેન્ટ છું, આ વખતના દરેક સમયને હું જીવવાની કોશિષ કરી રહી છું ! બસ તમારી શુભકામનાઓ જોઈએ છીએ.

પ્રેગનેન્ટ થયા બાદ તે કામ કરવાનું શરૂ રાખશે કે નહીં આ વિશે તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હા હું કામ કરવાનું ચાલું જ રાખીશ સાથે જ તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન રાખશે.

સૌમ્યાએ 2006માં ફેમિના કવરગર્લમાં રનર્સ અપ રહી હતી. 2011માં શાહરૂખ ખાન સાથે જોર કા ઝટકા ટોટલ વાઈપ આઉટને તેણે હોસ્ટ કર્યો હતો. વર્ષ 2007માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટમાં તે કરિના અને શાહીદ કપૂર સાથે દેખાઈ હતી. અત્યારે ભાભીજી ઘર પર હૈથી તે કાફી પોપ્યુલર થઈ છે. જેમાં તે અનિતા મિશ્રાનો રોલ પ્લે કરે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter