GSTV
Home » News » ‘ભાભીજી ઘર પર હૈ’ની આ એક્ટ્રેસને મળ્યો નવો શૉ, હટકે અવતારમાં થશે એન્ટ્રી

‘ભાભીજી ઘર પર હૈ’ની આ એક્ટ્રેસને મળ્યો નવો શૉ, હટકે અવતારમાં થશે એન્ટ્રી

ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ભાભીજી ઘર પર હૈની જાણીતી એક્ટ્રેસ સૌમ્યા ટંડન ટૂંક સમયમાં કલર્સ ચેનલ પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌમ્યા ત્રણ વર્ષ બાદ કલર્સના એન્ટરટેઇન્મેન્ટ શૉ એન્ટરટેઇન્મેન્ટ કી રાતને હૉસ્ટ કરતી જોવા મળશે.

ટીવી શૉ ભાભીજી ઘર પર હૈમાં અનિતાની ભુમિકા ભજવતી સૌમ્યા આજે દરેક ઘરમાં જાણીતી છે અને હવે તે ત્રણ વર્ષ બાદ કલર્સ ચેનલ પર કમબેક કરવા જઇ રહી છે. સૌમ્યા 21 માર્ચથી આ શૉ માટે શૂટ શરૂ કરી દેશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર શૉમાં સૌમ્યાનો લુક અગાઉના શૉમાં જોવા મળેલા તેના લુકથી એકદમ હટકે હશે.

Having a blast with this look #secretary

A post shared by Saumya Tandon (@saumyas_world_) on

અગાઉ પણ સૌમ્યાએ અનેક રિયાલીટી શૉ હૉસ્ટ કર્યા છે, જેમાં મલ્લિકા-એ-કિચન, કૉમેડી સર્કસ તાનસેન, જોર કા ઝટકા જેવા અનેક શૉનો સમાવેશ થાય છે.

સૌમ્યા ફક્ત પોતાના ઑનસ્ક્રીન અવતારના કારણે જ નહી પરંતુ પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. સૌમ્યાએ લોકો અને મિડિયાની નજરથી બચીને મુંબઇમાં પોતાના બોયફ્રેન્ડ સૌરભ દેવેન્ગ્ર સાથે લગ્ન કરી લીધાં હતાં. સૌમ્યા અને દેવેન્દ્ર છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. સૌમ્યાએ ડિસેમ્બર 2016માં દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા.

Related posts

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

બૉક્સ ઑફિસ પર પણ છવાઇ મોદી લહેર, પહેલાં જ દિવસે પીએમ મોદીની બાયોપિકે કરી આટલા કરોડની કમાણી

Bansari

આ હૉટ એક્ટ્રેસે જે ઉમેદવારનો પ્રચાર કર્યો એ તમામ ભૂંડે હાલ પરાજિત થયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!