‘ભાભીજીઘર પર હૈ’નીઆ ભાભીએ આપ્યા ગૂડ ન્યૂઝ, બેબી બંપ સાથે શૅર કરી તસવીર

‘ભાભીજી ઘર પર હૈ’ની આ ભાભીએ આપ્યા ગૂડ ન્યૂઝ, બેબી બંપ સાથે શૅર કરી તસવીર
ટીવીની પૉપ્ટુલર કૉમેડી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અનીતા ભાભીનું કિરદાર નિભાવનાર સૌમ્યા ટંડને પોતાના ફેન્સને ગુડ ન્યુઝ આપ્યાં છે.

સૌમ્યા ગર્ભવતી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બેબી બંપ સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, એક વિચિત્ર અહેસાસ સાથે સવારે ઉઠુ છું, કેપના સુપરહીરોની જેમ, હું પોતાને લકી માનુ છું. એક સૌથી મોટી ખબર-હું પ્રેગનેન્ટ છું અને દરેક પળને એન્જોય કરવાનો પ્રયાસ કરી રહી છુ. આપ સૌની શુભેચ્છાઓની જરૂર છે.


આ તસવીરોમાં સૌમ્યાના ચહેરા પર માતા બનવાની ખુશી સ્પષ્ટપણે ઝળકી રહી છે.


ઉલ્લેખનીય છે કે સૌમ્યાએ વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ સૌમ્યાની પ્રેગનેન્સીની ખબરો આવી હતી. પરંતુ સૌમ્યાએ આ ખબરોને નકારી કાઢી હતી. પ્રેગનેન્સીના કારણે સૌમ્યા શૉમાંથી ગેપ લેશે કે નહી તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.


‘જબ વી મેટ’ ફિલ્મમાં કરીનાની બહેનનો રોલ કરનાર સૌમ્યા ફેમિના કવર ગર્લ ફર્સ્ટ રનરઅપ રહી ચુકી છે. તે શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ જબ વી મેટમાં નજરે પડી હતી. સાથે સૌમ્યાએ ઘણાં ટેલિવિઝન શૉ હોસ્ટ પણ કર્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter