GSTV
Home » News » ‘ભાભીજી ઘર પર હૈ’ ના નવા ભાભીજી પણ છોડશે શો, જાણો શું છે કારણ

‘ભાભીજી ઘર પર હૈ’ ના નવા ભાભીજી પણ છોડશે શો, જાણો શું છે કારણ

એન્ડ ટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’ની ભાભીજી શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ નવી ભાભીજી શુભાંગી અત્રે પણ ટૂંક સમયમાં આ શોને અલવિદા કહી દેશે. જો એવું થશે તો દર્શકોને ફરી એકવાર આ જાણીતો કોમેડી શોમાં નવા ભાભીજી જોવા મળશે.

 

એક અહેવાલ અનુસાર શોની નવી ભાભીજી એટલે કે શુભાંગી અત્રેએ પણ આ શો છોડવાનો નિર્ણય લીધો છે. તમે વિચારી રહ્યાં હશો કે નિર્માતાઓના ઝગડાના કારણે અંગૂરી ભાભી શો છોડી રહી છે તો તમને જણાવી દઇએ કે શુભાંગીના શો છોડવા પાછળનું કારણ કંઇક બીજું છે. હકીકતમાં અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રેએ રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે.

તાજેતરમાં જ તે ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી હતી, જ્યાં તેમને

રાજકારણ સાથે સંબંધિત સવાલ પૂછવામાં આવ્યા. શુભાંગીએ આ સવાલના જવાબમાં કહ્યું કે તે રાજકારણમાં જોડાવા અંગે મૂંઝવણમાં છે. તેમણે કહ્યું કે જો તેમને તક મળશે તો તે રાજકારણમાં જોડાશે. ટૂંક સમયમાં જ આ શોમાં ચૂંટણી સાથે સંબંધિત એક એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. જેમાં અંગૂરી ભાભી અને અનિતા ભાભી લોકો પાસે વોટ માંગતા જોવા મળશે.

Related posts

ટીવીની સીધી સીધી વહુ રહી ચૂકેલી આમના, આજ તેના સ્ટનિંગ લૂકના કારણે છે ચર્ચામાં

pratik shah

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

કન્ફર્મ! નોંધી લો તારીખ, આ દિવસે સલમાન ખાન લઇને આવશે Bigg Bossની સીઝન 13

Bansari
Do NOT follow this link or you will be banned from the site!