ટીવી પરના સૌથી લોકપ્રિય શો ભાભીજી ઘર પે હૈ ના શૂટિંગનો પ્રારંભ થઈ ગયો છે. તમામ કલાકારો હવે કેમેરાની સામે આવીને સજ્જ થઈ ગયા છે. અંગૂરી ભાભી નવેસરથી શૂટિંગ શરૂ કરવા માટે રોમાંચિત છે. આ રોલ અદા કરનારી કલાકાર શુભાંગી અત્રે કહે છે કે અપેક્ષા કરતાં આ બ્રેક ઘણો લાંબો હતો. જોકે આ બ્રેકને કારણે હું ડાન્સિંગનો મારો શોખ પૂરો કરી શકી અને સાથે સાથે મેડિટેશન માટે પણ મને સમય મળી રહ્યો હતો.

શુભાંગીએ જણાવ્યું હતું કે સેટ પર પરત ફરવા બદલ હું ઉત્સાહિત છું હવે નવા એપિસોડ આવે તેની હું રાહ જોઈ રહી છું. અગાઉ અમારો સેટ લોકોથી છલકાતો રહેતો હતો તેને બદલે હમે મર્યાદિત લોકો જ સેટ પર હશે. જેને કારણે અમારી મોર્ડન કોલોની અલગ જ દેખાય છે.


સેટ પર પહોંચતાની સાથે જ અમારી સ્ક્રીનિંગ કરવામાં આવી અને ગણેશજીની આરતી સાથે કાર્યનો પ્રારંભ થયો. અમે માસ્ક પહેરીને રિહર્સલ કર્યું હતું. સેટની નજીક હોવાથી હું તૈયાર થઈને જ ત્યાં પહોંચી હતી. અમે તમામે લંચ માટે અલગ અલગ સમયે બ્રેક લીધા હતા. આ અનુભવ અલગ હતો પરંતુ ધીમે ધીમે અમને તેની આદત પડી જશે.

આ જ શોમાં વિભૂતી નારાયણની ભૂમિકા અદા કરી રહેલા આસિફ શેખે જણાવ્યું હતું કે આટલા સમય બાદ પરત ફરતા આનંદ થાય છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અમે બધાએ દૂરથી જ હેલ્લો અને નમસ્તે કર્યું હતું. અમને તમામને માસ્ક સાથે જ કેમેરાની સામે આવવાનું કહેવામાં આવ્યું હતું.
Read Also
- મોદી સરકારનો નનૈયો પણ ભાજપના સાંસદે ખોલી પોલ : ચીને અરૂણાચલમાં 4.5 કિલોમીટર અંદર વસાવ્યું ગામ, તસવીરો કરી જાહેર
- ગૂગલ પરથી નંબર મેળવી કસ્ટમર કેર પર ફોન કરવાનું કરો બંધ, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન
- PUBG રસિયાઓ ખુશખબર, આ તારીખની આસપાસ નવું ટીઝર Relaunch થઇ શકે છે
- પીએમ મોદીએ કર્યું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ગણાવ્યું કનેક્ટિવિટીમાં ઐતિહાસિક પગલું
- મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે