GSTV
Home » News » શોમાં આ દિવસે વાપસી કરવા જઈ રહી છે સૌમ્યા ટંડન

શોમાં આ દિવસે વાપસી કરવા જઈ રહી છે સૌમ્યા ટંડન

લોકપ્રિય કૉમેડી શો ભાભીજી ‘ઘર પર હૈ’ની અનીતા ભાભીએ શોને અલવિદા કહ્યાં બાદ ફરીથી હવે ટૂંક સમયમાં વાપસી કરવા જઇ રહી છે. હાલમાં અનીતાએ એક બાળકને જન્મ આપ્યો છે. સૌમ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પુત્રની પહેલી તસ્વીર પણ શેર કરી છે, જેને જોઇને પ્રશંસકોએ તેમને અને તેના પતિ સૌલભ સિંહને શુભેચ્છાઓ આપી હતી.

સૌમ્યા આ શોમાં પ્રારંભથી જ જોડાયેલી છે. પરંતુ શોમાંથી તેઓ ગયા બાદ પ્રશંસકો ફરીથી તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વેબસાઈટ ટેલી ચક્કરના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ સૌમ્યા માર્ચમાં ફરી વખત શોમાં એન્ટ્રી કરી શકે છે. અહેવાલ મુજબ, સાંભળવામાં આવ્યું છે કે તેઓ માર્ચમાં લગભગ 10 દિવસ સુધી શૂટિંગ કરશે અને ધીરે-ધીરે થોડા મહિનામાં સંપૂર્ણ રીતે શોમાં પાછી આવશે.

સૌમ્યાની માતા બનતા પ્રોડક્શન હાઉસ ખૂબ ખુશ છે અને આ નક્કી કરી રહ્યું છે કે જ્યારે પણ તેઓ શૂટિંગ પરથી પરત ફરે તો તેમને કોઈ પણ વાતની મુશ્કેલી થાય નહીં. જ્યારે સમાચારની પુષ્ટિ કરવા માટે સૌમ્યા સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ‘જ્યારે સમય આવશે ત્યારે તમને આ અંગે જાણવા મળશે.’

ઉલ્લેખનીય છે કે સૌમ્યા ટંડને ગર્ભવતી થવાથી ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈથી થોડા દિવસ માટે બ્રેક લીધો હતો. સૌમ્યા ટંડન અત્યારે 34 વર્ષની છે અને તેમણે ડિસેમ્બર 2016માં બૉયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહની સાથે લગ્ન કર્યા હતાં.

READ ALSO

Related posts

લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

Karan

દૂધસાગર ડેરીનાં વિવાદમાં નિતીન પટેલે જંપલાવ્યું, કહ્યું,મારા એક ફોનથી ડેરીને કરોડો રૂપિયાની…

Riyaz Parmar

વનપ્રેમીઓ આનંદો: ગીર જંગલમાં સિંહબાળની સંખ્યામાં વધારો, આટલા નવા સિંહબાળ નોંધાયા

Riyaz Parmar