GSTV

મહિનાઓ બાદ ‘ભાભીજી ઘર પર હૈ’ શોમાં નવા અનિતા ભાભીની શોધ થઈ પૂરી

અનિતા ભાભી

ઘણા મહિના બાદ શોના મેકર્સે સૌમ્યા ટંડનની જગ્યાએ નેહા પેંડસેને કન્ફર્મ કરવામાં આવી છે. ઈ-ટાઈમ્સના રીપોર્ટ અનુસાર, ભાભીજી ઘર પર હે શોના પ્રોડ્યુસર સંજય કોહલી અને વિનાયફરને સૌથી પહેલા નેહા પેંડસેને અનીતા ભાભીના રોલ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, જો કે આ તે સમયે વાત ન બની જ્યારે મેકર્સે અન્ય એક્ટ્રેસીસનો સંપર્ક કરવાનો શરૂ કર્યો હતો. 4 મહિના બાદ જ્યારે મેકર્સે નેહાનો ફરીથી સંપર્ક કર્યો ત્યારે ડીલ ફીક્સ થઈ. ત્યારે નેહાનું શુટીંગ જલ્દી જ શરૂ થઈ શકે છે.

આ પ્રથમ વખત નથી કે જ્યારે નેહા સંજય અને બિનાયફરના કોઈ પ્રોજેક્ટરમાં કામ કરશે. નેહાએ આ પહેલા બંન્નેના આઈ કમ ઈન મેડમ શોમાં લીડ રોલ કર્યો હતો. શો માં તેણીએ ઓફિસ બોસનો કિરદાર નીભાવ્યો હતો.

સૌમ્યા ટંડને શોમાં અનિતા ભાભીનો રોલ 5 વર્ષ સુધી નિભાવ્યો હતો. સૌમ્યા વર્ષ 2015માં શરૂ થયેલા આ શોની શરૂઆતથી જ તેનો ભાગ રહી છે. તેમણે ગતવર્ષે શોને અલવિદા કહ્યો હતો.

નેહા પહેલા કાંટા લગા એક્ટ્રેસ શેફાલી જરીવાલા દ્વારા આ રોલ માટે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ  આ વાતની મેકર્સ અને ખુદ એક્ટ્રેસ દ્વારા ચોખવટ કરવામાં આવી હતી.  

READ ALSO

Related posts

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

Pravin Makwana

શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!