GSTV

ભવાનીપુર પેટાચૂંટણી / શું મમતા બેનર્જીનું નામાંકન રદ થઈ શકે? ભાજપના ઉમેદવારે કરી ફરિયાદ

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ ભાજપ અને ટીએમસી વચ્ચે ટકરાવ ચાલુ છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી સુબેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હોવાથી હવે તેઓ ફરી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ વખતે મમતા બેનર્જી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રિયંકા તિબ્રેવાલ સામે ચૂંટણી લડવાના છે. મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી છે પરંતુ મતદાન પહેલા જ ભાજપના ઉમેદવારે તેમના નોમિનેશન પર સવાલો ઉભા કર્યા છે.

ભાજપે કરી છે આ ફરિયાદ

ભાજપનું કહેવું છે કે ઉમેદવારી નોંધાવતી વખતે મમતા બેનર્જીએ તેમની સામે નોંધાયેલા પાંચ પોલીસ કેસ જાહેર કર્યા નથી. જોકે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ આરોપોને નકાર્યા છે. આ બાબતે તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મમતા બેનર્જીએ માત્ર તે જ કેસોમાં ખુલાસો કરવાની જરૂર હતી જેમાં ચાર્જશીટમાં તેમનું નામ છે. આ કેસમાં ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલના ચૂંટણી એજન્ટે રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે.

મમતા માટે જરૂરી છે ચૂંટણી જીતવી

તમને જણાવી દઈએ કે, ભવાનીપુર પેટા ચૂંટણી જીતવી મમતા બેનર્જી માટે ખૂબ મહત્વની છે. જો તે આમાં સફળ નહીં થાય તો તેમની સીએમની ખુરશી જતી રહેશે. જો કે, એપ્રિલ-મે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મમતા બેનર્જી સામે આવી જ ફરિયાદ નોંધાઈ હતી.

ALSO READ

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!