GSTV

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

ભારત સરકારે તમામ એપ્પલ આઈફોન, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને વિન્ડોઝ ડિવાઈઝ યુઝર્સ માટે એલર્ટ જારી કર્યું છે. નોઇલ સાઇબર સુરક્ષા એજન્સી, CERT-Inએ એપ્પલના સોફ્ટવેર ઈકોસીસ્ટમ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને ગુગલ એન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીને લઇ ચેતવણી આપવામાં આવી છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેને કોઈપણ કિંમતે ઇગ્નોર કરતા નહીં. સાયબર ગુનેગારો આ કંપનીઓની ઓપરેટિંગ સિસ્ટમ્સની ખામીઓનો લાભ લઈને આ ડિવાઇસેઝને હેક કરી શકે છે. તેથી એપલ, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેનાથી બચવા માટે તેમની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.

Android યુઝર્સે શું કરવું?

CERT-In અનુસાર, Android ડિવાઇસિસની સિગ્નલ એપ્લિકેશનમાં એક ખામી જોવા મળી છે, જેના કારણે કેટલીક તસવીરો આપમેળે સેન્ડ થઇ જાય છે. જેથી યુઝર્સની પ્રાઇનવેસી પણ લીક થઇ શકે છે. એજન્સી સલાહ આપે છે કે વપરાશકર્તાઓ શક્ય તેટલી વહેલી તકે ગૂગલ પ્લે સ્ટોર પરથી Signal એપનું વર્ઝન 5.17.3 ડાઉનલોડ કરી લે.

Apple યુઝર્સ શું કરે?

સાઇબર સિક્યોરિટી એન્જસીએ ios અને ipadOS માં ખામી સામે આવી છે. જેના કારણે હેકર્સ તમારા ડિવાઇસને કંટ્રોલ કરી શકે છે. આ બગએ 11.5.1 ના પહેલાં વર્ઝન પર ચાલતી Apple macOS Big Sur ડિવાઇસ, 14.7.1 ના પહેલાં વર્ઝન પર ચાલતા Apple iOS અને iPadOS ડિવાઇસ, iPhone 6s અને બાદના ડિવાઇસ, iPad Pro (તમામ મોડલ), iPad Air 2 અને બાદના ડિવાઇસ, 5માં અને તેની પછીની જનરેશનના ipad, ipad mini 4 અને બાદના ડિવાઇસ અને ipad touch (7મી જનરેશન) ને પ્રભાવિત કરી છે. એપ્પલએ તાજેતરમાં જ તેનાથી જોડાયેલ સિક્યોરિટી અપડેટ રજૂ કરી છે.

windows

Windows યુઝર્સ શું કરે?

વિન્ડોઝ ડિવાઇસ પર આવતા, CERT-Inને વિન્ડોઝ ઓએસમાં ખામી મળી છે, જે છેતરપિંડી કરનારને સિસ્ટમમાંથી એકાઉન્ટ પાસવર્ડ કાઢી અને મૂળ ઇન્સ્ટોલેશન પાસવર્ડ શોધવાની મંજૂરી આપે છે. વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા મોટી સંખ્યામાં ઉપકરણો તેનાથી પ્રભાવિત થાય છે. જો કે માઇક્રોસોફ્ટે કહ્યું કે અત્યારે તેનો દુરુપયોગ થયો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!