GSTV
Home » News » સાવધાન…! ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરશો આ રીતે તો થશે તમારો મોબાઈલ હેક

સાવધાન…! ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરશો આ રીતે તો થશે તમારો મોબાઈલ હેક

જો તમે પણ આઈફોન યુઝર છો અને ચાર્જિંગ માટે નવો ડેટા કેબલ ખરીદીને ઉપયોગ કરવા માગો છો તો સાવધાન થઈ જાવ, કેમકે તેના કારણે તમારા ફોનનો બધો ડેટા થઈ જશે ચોરી.

એમજી નામના એક હેકર દ્વારા જાણવા મળ્યું છે કે આઈફોનના ચાર્જિંગ કેબલની મદદથી તમારો ડેટા ચોરાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ચાર્જિંગ માટે બનાવેલા કેબલને મોડિફાઈ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જોવામાં તે બિલકુલ સામાન્ય હશે જેનાથી બિલકુલ ખ્યાલ નહીં આવે કે તમારો ડેટા ચોરાય છે.

તમે જેવો ચાર્જિંગ માટે કેબલને ફોનમાં લગાવશો તો હેકર આસપાસથી કોઈ ડિવાઈસ અથવા વાઈ-ફાઈની રેન્જની મદદથી યુઝરના ડિવાઈસમાં મેલેશિયસ પૈલોડ્સ અથવા નકામું સોફ્ટવેર મોકલે છે. રિપોર્ટ મુજબ ચાર્જિંગ ડેટા કેબલમાં ઘણા પૈલોડ્સ, સ્ક્રિપ્ટ અને કમાન્ડ્સ હોય છે, જેને હેકર યુઝરના ડિવાઈસ પર રન કરી શકે છે.

એટલું જ નહીં દૂર બેઠેલો હેકર ફોનમાં છેડછાડ કરી બધા પુરાવા પણ દૂર કરી શકે છે અને આગળ પણ ડિવાઈસમાંથી ચોરી કરી શકાય છે. યુઝર કેબલ ડિવાઈસમાં લગાવ્યા બાદ હેકર સ્ક્રીન કેટલાક સમય માટે લોક કરી લે છે. જેવો યુઝર બીજી વાર પાસવર્ડ નાખે, હેકર બધી ડિટેલ કલેક્ટ કરી શકે છે.

Read Also

Related posts

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah

ચીની હેકર્સે ભારતીય હેલ્થકેરની વેબસાઈટને બનાવી નિશાને ,ચોરાયા 68 લાખ ડેટા

Path Shah

જો તમારી પાસે આ કાર હોય તો તરત જ કંપનીનો કરો સંપર્ક, કારમાં છે મોટી ખરાબી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!