GSTV

પીએમઓના બે વફાદારો વચ્ચે છેડાઇ જંગ, અઢિયા અને કરનૈલસિંહ વચ્ચે ખેંચતાણ

Last Updated on July 8, 2018 by Bansari

ઈડીના પ્રમુખ કરનૈલસિંહ અને નાણાં સચિવ હસમુખ અઢિયા વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે. આ બંને અધિકારીઓ વડાપ્રધાન કાર્યાલયની બેહદ નજીક હોવાનું માનવામાં આવે છે. હસમુખ અઢિયા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને વડાપ્રધાન મોદીના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિમાં તેમની ગણના થાય છે. તો કરનૈલસિંહને પણ પીએમઓએ નિદેશકના પ્રતિષ્ઠિત પદ પર તેનાત કર્યા છે. ઈડીના નિદશેક કરનૈલસિંહ અને નાણાં સચિવ અઢિયા વચ્ચેનો જંગ ઈડીના સંયુક્ત નિદેશક રાજેશ્વર સિંહના મામલે છેડાયો હોવાનું માનવામાં આવે છે.

અઢિયા રાજેશ્વરસિંહને તેમના પદ પરથી હટાવવા ચાહે છે. આ જંગે રોચક વળાંક ત્યારે લીધો કે જ્યારે રાજેશ્વર સિંહે ફરીથી પોતાની ડ્યૂટી જોઈન કરી અને કરનૈલસિંહે તેમને રસેલ મેક્સિસનો સંવેદનશીલ મામલો ફરીથી તપાસ માટે સોંપ્યો હતો. રસપ્રદ વાત એ છેકે હાઈકોર્ટે રાજેશ્વર સિંહ વિરુદ્ધના આરોપોની તપાસ માટે સરકારને મંજૂરી આપેલી છે. તેમની સામે તપાસ ચાલુ રહેશે અને તેઓ સંવેદનશીલ મામલાની તપાસ પણ કરતા રહેશે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પર કાર્યવાહી 10મી એપ્રિલે અનિલ ગલગલી તરફથી પીએમઓને મળેલી ફરિયાદ બાદ કરવામાં આવી છે. જેમાં ઈન્કમટેક્સના વરિષ્ઠ અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે અને આ અધિકારી રાજેશ્વરસિંહના ભાઈ છે તથા સૂરતમાં તેનાત છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે ટુજી મામલાના આરોપી વ્યક્તિઓ પાસેથી લાંચમાં લેવામાં આવેલા કેટલાક નાણાં કારોબારીઓ દ્વારા તેમને આપવામં આવ્યા છે. કરનૈલસિંહ 27મી ઓક્ટોબરે સેવાનિવૃત્ત અને અઢિયા ત્રીજી નવેમ્બરે પદમુક્ત થશે. તેમને કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા નથી.

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!