ઓનલાઈન કંપનીનાં ખરાબ સમાચાર વચ્ચે આ ડિલેવરી બોયે બધાને ખુશ કરી દીધા

થોડા દિવસ પહેલા મુંબઈના અંધેરીમાં ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગવાથી ઘણાં લોકો ફસાઈ ગયા હતા અને આઠથી દસ લોકોના મોત પણ થયા છે. હજી પણ ઘણાં લોકોની સ્થિતિ ખૂબ નાજૂક માનવામાં આવે છે. આ ડિઝાસ્ટર વચ્ચે પણ એક એવી વાત સામે આવી છે જેણે લોકોને ખુશ કરી દીધા છે. આ વાત છે એક ફૂડ ડિલીવરી બોયની.

સ્વિગીમાં કામ કરતો 20 વર્ષનો સિદ્ધૂ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો અને તેને ખબર પડી કે હોસ્પિટલમાં આગ લાગી છે ત્યારે તેણે એક પણ મિનિટ ગુમાવ્યા વગર ફાયર બ્રિગેડની સીડી પર ચડીને અઢીથી ત્રણ કલાકની મહેનત પછી 10 લોકોના જીવ બચાવ્યા હતા. તે 10 લોકો માટે સિદ્ધુ જાણે ભગવાન બનીને આવ્યો હતો. જોકે ત્યારપછી તેની પણ થોડી તબિયત ખરાબ થઈ હતી અને સિદ્ધુને તે જ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો.

સીડીની મદદથી બચાવવામાં આવતા બે દર્દીઓ દુર્ભાગ્યના કારણે નીચે પડી ગયા હોવાથી તેમના મોત થઈ ગયા હતા. આ વિશે સિદ્ધુએ કહ્યું કે, મેં ત્રીજા ફ્લોર પર ફસાયેલી મહિલાને બહાર કાઢવા માટે સીડીની મદદ લીધી. પરંતુ સીડી તૂટેલી હોવાના કારણે મહિલા ત્રીજા ફ્લોરથી નીચે પડી ગઈ હતી. મેં ફાયર બ્રિગેડના બચાવ કર્મીઓ સાથે મળીને હોસ્પિટલના પાંચમા ફ્લોરથી દર્દીઓને સુરક્ષીત બહાર કાઢવામાં મદદ કરી હતી.

સિદ્ધુના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેણે દર્દીઓની ચીસો સાંભળી તો તે તાત્કાલિક ફાયરબ્રિગેડની સીડી પર ચડી ગયો. ત્યાં તેણે પથ્થરની મદદથી એક બારીનો કાચ તોડી નાખ્યો. ત્યાં એટલો ધુમાડો ભરાયેલો હતો કે, કશું દેખાતું નહતું અને શ્વાસ લેવાનો પણ મુશ્કેલ હતો. લગભગ 3 કલાક સુધી દર્દીઓના જીવ બચાવ્યા પછી અચાનક મારી છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. મેં આ વિશે ફાયર બ્રિગેડના કર્મચારીઓને વાત કરી અને તેમણે તુરંત મને તે જ હોસ્પિટલમાં દાખલ કરી દીધો. હું હોસ્પિટલમાં દાખલ હતો તે દરમિયાન પણ મને દર્દીઓની ચીસોનો અવાજ સંભળાતો હતો. મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરવાનો મને હંમેશાથી શોખ રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter