GSTV

વર્ષ 2019-2020 દરમ્યાન 12 લાખથી વધુ લોકોના આ જાનવરના કરડવાથી થયા મોત

ભારતમાં સાપના કરડવાથી 2019 અને 2020 વચ્ચે આશરે 12 લાખ લોકોના મૃત્ય થયા હતા, જો કે આ પૈકી અનેક લોકો એ સાવચેતીના પગલાં ભર્યા હોત તો બચી જાત, એમ એક સંશોધનમાં કહેવામાં આવ્યું હતું. ઇલાઇફ નામના એક સામયીકમાં પ્રકાશિત લેખમાં  ભારતમાં ૨૦૧૯થી ૨૦૨૦ની વચ્ચે સ્નેકબાઇટનો અહેવાલ રજૂ કરાયો હતો.

આ સંશોધન ટોરોન્ટો સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ (સીજીએચઆર) અને ભારતના રજીસ્ટ્રાર જનરલ દ્વારા હાથ ઘરાયું હતું. આ આંકડા ઇન્ડિયન મિલિયન ડેથમાંથી લેવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ અનુસાર, દર વર્ષે આખા વિશ્વમાં 81 હજારથી 138000 લોકો સાપના કરડવાની ગુજરી જાય છે. આમાંથી લગભગ અર્ધા ભાગના તો ભારતમાં ગુજરી ગયેલા.

સર્પદંશથી બચ્યા તો આવે અપંગતા

જો કે આમાથી ત્રણ ગણા લોકો બચી જતા હતા, પરંતુ તેમના હાથ અથવા તો પગને કાપવાની ફરજ પડતી હતી અથવા તો તેઓ આજીવન અપંગ બની જતા હતા. સંશોધનના મુખ્ય લેખક ડો. પ્રભાત ઝા એ કહ્યું હતું કે  મૃત્ય ટાળવાના પુરાવા પણ મળ્યા હતા. ‘ચોમાસામાં દરમિયાન સાવચેતીના પગલાં ભરતા મૃત્ય દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કેટલાક પગલાં સાવ સરળ હતા’. મોટા ભાગના કેસ ગ્રામીણ વિસ્તારોમાંથી મળતા હોવાના કારણે મૃત્યની સંખ્યા પણ ત્યાં જ વધારે રહેતી હતી.

સાપ કરડવાથી કેવી રીતે બચાય તેની તાલીમ આપવાની જરૃર

સાપ કરડવાથી બચવા માટે રબર બુટ, રિચોર્જેબલ ટોર્ચ અને ઝેર વિરોધી રસીની ઉપલબ્ધતા જરૃરી હોય છે. ખેતરમાંથી પાક લેવાની સીઝનમાં ખેડૂતો અને ખેત મજુરોને  સાપ કરડવાથી કેવી રીતે બચાય તેની તાલીમ આપવાની જરૃર છે, એમ અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું. ભારતમાં મોટા ભાગે આઘ્ર પ્રદેશ, બિહાર,ઓડિશા,મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ,રાજસ્થાન, ગુજરાત અને ધારખંડમાં સાપ કરડવાના કેસ વધુ બને છે. ‘૭૦ વર્ષની વય પહેંલા ભારતીયના મોતનું પ્રમાણ ૨૫૦ માંથી એકનું હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વધુ પણ હોય છે, એમ સંશોધનમાં કહેવામાં આવ્યું હતું.

એન્ટીવેનોમ ડોઝ અંગે જાગૃત્તિ જરૂરી

આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક વૈધ અને આયુર્વેદની પ્રેકટીસ કરનારને આવા તમામ કેસ મોટી હોસ્પિટલોમાં મોકલવા સમજવવા પડશે. ઉપરાંત ઝેર વિરોધી રસી પણ ઉપલબ્ધ કરાવવી પડશે. ઉપરાંત લોકોમાં એન્ટીવેનોમ ડોઝ અંગે જાગૃત્તિ લાવવાના પણ પ્રયાસ કરવા પડશે, એમ સંશોધનમાં ભલામણ કરવામાં આવી હતી.

સ્નેકબાઇટ અંગે લોકોને જાગૃત કરવા જરૂરી

અભ્યાસના મુખ્ય સંશોધક અને સંસ્થામાં વરિષ્ઠ બાયો-સ્ટેટિશિયન વિલ્સન સુરાવીરાએ લખ્યું હતું ‘અચાનક થતી મોત, મૃત્યની પેટર્ન, સાપ કરડવાના પ્રકાર અને કેસ દર કેસને સમજવાની જરૃર છે અને ભારતમાં સાપ કરડવાની એપીડોમોલોજીને વધારે સારી રીતે સમજવી પડશે. ૨૦ વર્ષના આંકડાઓના અભ્યાસ પરથી સાબીત થયું કે દરેક ક્ષેત્રમાં સ્નેકબાઇટ અંગે લોકોને જાગૃત કરવા પડશે’.

Related posts

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!