GSTV
Home » News » બેટી પઢાઓ, બેટી બચાઓ: આવી રીતે પઢાવવાની હોય તો બચાવવાની જરૂર વધી જશે

બેટી પઢાઓ, બેટી બચાઓ: આવી રીતે પઢાવવાની હોય તો બચાવવાની જરૂર વધી જશે

બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર વચ્ચે બેટી જીવના જોખમે અભ્યાસ કરવા જઇ રહી છે. ત્યાં સુધી કે આ દિકરીઓને મજબૂર થવું પડ્યું છે આ રીતે જોખમી મુસાફરી કરવા માટે કારણકે તેમને બસ મળતી નથી. એક જ છકડો રીક્ષામાં વિદ્યાર્થિનીઓ પણ હોય આસપાસના ગામના મુસાફરો પણ હોય ત્યારે આ રીતે ઓવરલોડેડ રીક્ષાઓ અહીં ફરે છે અહીં કોઇ નિયમો તો લાગૂ પડતા નથી. જેથી સ્થિતી એવી છેકે જ્યારે કોઇ અકસ્માત સર્જાશે ત્યારે મોટી જાનહાની થાય તો નકારી શકાય તેમ નથી. જેથી અહીં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ છકડો રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર વિદ્યાર્થીઓ એક જ માંગ કરે છે. અમને બસ સેવા આપો.


જો કે ઉદહારણ જોવામાં આવે તો અમદાવાદ હોય કે વડોદરા અનેક વખત સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ પલટી મારી ચૂકી છે. અને ક્યારેક વિદ્યાર્થીઓના જીવ પણ ગયા છે ત્યારે સિટીની રોનકમાં આપણે ગામડાઓની વાત કરવાનું ક્યાં ભૂલી જઈએ છીએ. શુ શહેરનો વિદ્યાર્થી છે તો ગામડાઓના વિદ્યાર્થી નથી.

Related posts

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi

ડિફરન્ટ ટેસ્ટ માટે ફટાફટ આજે જ બનાવીએ ફરાળી ચાટ

Dharika Jansari

અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે કમલનાથના ભત્રીજા રાતુલ પુરીની EDએ કરી ધરપકડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!