GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સારા ચોમાસાને કારણે ખેતીને મળ્યો વેગ, ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં 104 ટકા વધ્યુ

સારા ચોમાસાને કારણે ચાલુ ખરીફ સીઝનમાં પાકની વાવણીમાં વધારો થયો છે. પાછલા વર્ષ કરતા ખરીફ પાકના તમામ પ્રકારના વાવેતરમાં 104% વધારો થયો છે. તેલીબિયાંના પાકનું વાવેતરમાં ગયા વર્ષ કરતાં 525% નો વધારો થયો છે. કઠોળના પાકમાં લગભગ 222 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષ કરતા મુખ્ય ખરીફ પાક ડાંગરનાં વાવેતરમાં 35% નો વધારો થયો છે. કૃષિની ભાષામાં, જેટલાં મોટા ક્ષેત્રમાં પાકની વાવણી અને રોપણી થાય છે, તેને વાવેતર કહેવામાં આવે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડામાં જણાવાયું છે કે ખરીફ પાકની વાવણી પાકની સીઝન 2020-21 (જુલાઈ-જૂન) માં 315.63 લાખ હેક્ટરમાં થઈ છે. જે ગત વર્ષ કરતા 161.11 લાખ હેક્ટર અથવા 104.25 ટકા વધારે છે.

ડાંગરનું વાવેતર વિસ્તાર લગભગ 35 ટકા વધીને 37.71 લાખ હેક્ટર પર પહોંચ્યુ

આ વર્ષે અત્યાર સુધીમાં 37.71 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. જે ગયા વર્ષ કરતા 9.35 લાખ હેક્ટર અથવા લગભગ 35 ટકા વધારે છે. કઠોળનું વાવેતર 13.37 લાખ હેક્ટર અથવા 221.72 ટકા વધીને 18.48 લાખ હેક્ટર થયું છે. ગત વર્ષની તુલનામાં તુવેર દાળનો વિસ્તાર 8.04 લાખ હેકટર વધીને 9.97 લાખ હેક્ટર થયો છે. અડદ દાળનો વિસ્તાર વધીને 2.75 લાખ હેકટર અને મગ દાળનો વિસ્તાર વધીને 5.30 લાખ હેકટર થયો છે.

મકાઈનું વાવેતર 96% વધીને 47.96 લાખ હેક્ટર

દરમિયાન, બરછટ અનાજનું વાવેતર વિસ્તાર પાછલા વર્ષ કરતા 96 ટકા વધીને 47.96 લાખ હેક્ટર પર પહોંચી ગયુ છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે મરઘા ઉદ્યોગનો નાશ થયો છે. જેને કારણે ખેડુતોને આ વર્ષે મકાઈના સારા ભાવ મળી શક્યા નથી. તેમ છતાં, તેમણે મકાઈની વાવણીમાં રૂચિ ઓછી કરી નથી. મકાઈનું વાવેતર બમણું થઈને 31.27 લાખ હેક્ટર પર પહોંચી ગયુ છે.

સોયાબીન વાવેતરમાં 2278.57 ટકાનો વધારો થયો છે

કઠોળનું વાવેતર ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 69.99 લાખ હેક્ટર અથવા 525 ટકા વધીને 83.31 લાખ હેક્ટર પર પહોંચી ગયુ છે. મગફળીનું વાવેતર ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 8.63 લાખ હેક્ટર વધીને 18.45 લાખ હેક્ટર થઈ ગયુ છે. આ વચ્ચે સોયાબીનનું વાવેતર ગયા વર્ષની સમાન અવધિનાં 2.66 લાખ હેક્ટરની સરખામણીએ વધીને 63.26 લાખ હેક્ટર પર પહોંચી ગયુ છે. આ રીતે સોયાબીનનાં વાવેતરમાં 60.61 લાખ હેક્ટર અથવા 2278.57 ટકાનો વધારો થયો છે.

કપાસનું વાવેતર 164.73 ટકા વધીને 71.69 લાખ હેક્ટરમાં થયું છે

કપાસનું વાવેતર 71.69 લાખ હેક્ટર પર પહોંચી ગયુ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 44.61 લાખ હેક્ટર અથવા 164.73 ટકા વધારે છે. આશરે 49.69 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન ગાળામાં શેરડીનું વાવેતર 49.03 લાખ હેક્ટરમાં થયું હતું. લગભગ 5.88 લાખ હેક્ટરમાં જૂટ અને મેસ્તાનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન ગાળામાં તેનું વાવેતર 6.66 લાખ હેક્ટરમાં થયું હતું.

ચોમાસું દેશભરમાં પહોંચ્યું, પ્રથમ 25 દિવસમાં 21 ટકા વધુ વરસાદ

ભારત હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે ચોમાસું આખા દેશમાં પહોંચી ગયું છે અને વરસાદનું વિતરણ પણ સારું છે. 1 જૂને ચોમાસા પછી કેરળ પહોંચ્યા બાદ પહેલા 25 દિવસમાં આખા દેશમાં સરેરાશ કરતા 21 ટકા વધુ વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન, દેશમાં 155.2 મીમી વરસાદ થયો છે, જ્યારે લાંબા ગાળાનો સરેરાશ 128.2 મીમી છે.

READ ALSO

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!