GSTV

વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે મોટી ખબર! કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર, હવે થશે મોટો ફાયદો

વ્હોટસેપ વેબ એક એકસટેંશન છે જેની મદદથી તમે લેપટોપ અને પીસી પર પણ આ મેસેજીંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ ફીચરની મદદથી તમે જે કામ વ્હોટસેપ મોબાઈલમાં કરો છો તે જ કામ લેપટોપ પર પણ કરી શકો છો. પરંતુ તમે કૉલિંગ નથી કરી શકતા. ગત કેટલાક મહિનાઓથી કંપની એ એલાન કરી રહી હતી કે તે ટૂંક સમયમાં જ આ ફીચર આપશે. એવામાં કેટલાક યૂઝર્સ લેપટોપ અને પીસીમાં આ ફીચર આવી ચૂકયુ છે. તેને હાલ બીટા વર્ઝનના રૂપમાં લોન્ચ કરાયું છે.

વ્હોટસેપ વેબ માટે તમારે કોઈ ઈન્સ્ટોલેશનની જરૂરત નથી. તો એ દરેક બ્રાઉઝરને સપોર્ટ કરે છે. WabetaInfo કૉલિંગ ફીચરને લઈને ટવીટ કરીને એ વાતની જાણકારી આપી છે. જેમાં કંપનીએ એક યૂઝરનુ ટવીટ પણ શેર કર્યું છે. જેમાં સ્ક્રિન પર ચોખ્ખી રીતે કૉલિંગ બટન દેખાઈ રહ્યું છે. જેના પર બીટા લખેલું છે.

કેટલાક યૂઝર્સને જ મળી રહ્યું છે આ ફિચર

વ્હોટસેપે આ ફિચરને હાલ અનનુક યુઝર્સ માટે જ રોલઆઉટ કર્યું છે. કંપની તેને ટેસ્ટ કરી રહી છે. વ્હોટસેપે કહ્યું કે, વેબ વર્ઝન દરેક ઑફિસ જવાવાળા લોકો માટે ખૂબ જ મહત્વનું છે. અને તેનું ઉપયોગ હવે દિવસે ને દિવસે વધતો જાય છે. એવામાં અમે તેમાં વધારે ફીચર્સ દેવાની તૈયારી કરી રહ્યા છીએ.

વ્હોટસેપનું આ કૉલિંગ ફીચર જો તમારી પાસે આવે છે તો તે દરમ્યાન તમારા માટે એક નવુ ટેબ ખુલશે. એટલે કે દરેક ઈનકમિંગ કૉલ માટે તમારી પાસે એક નવુ ટેબ ખુલશે. જે બાદ તમે તે કૉલને એકસેપ્ટ કરી તે વ્યકિત સાથે વાત કરી શકો છો. કૉલની ક્લિયારીટી માટે તમારી પાસે સારુ ઈન્ટરનેટ કનેકશન હોવુ જરૂરી છે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!