GSTV

અજમાવો વાસ્તુના આ ઉપાય, ભણવામાં લાગશે મન

Last Updated on June 3, 2019 by

બાળકોના ભણતર માટે માતા-પિતા બનતાં બધા પ્રયાસ કરતાં હોય છે, પરંતુ હંમેશાં જોવા મળે છે કે ઘણા પ્રયાસો કરવા છતાં પણ બાળકો સારા માકર્સ લાવી શકતા નથી. ઘણી વાર તો પરિક્ષામાં બધી જ રીતે તૈયારીઓ કરતા હોવા છતાં પણ તે પાછળ રહી જાય છે. તો તે મુશકેલીઓને દૂર કરવા માટે જ્યોતિષ અને વાસ્તુના ઉપાય કરો.

-ભણવામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીનો રૂમ પૂર્વ – ઉતર દિશા અને ઈશાન ખૂણામાં પણ સૂર્ય, બુધ અને ગુરુ ગ્રહની પ્રાપ્તિ થઈ શકે છે.
-સવારનો તડકો જો સ્ટડી રૂમમાં આવતો હોય તો બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જેથી સકારાત્મર્ક ઊર્જા અંદર પ્રવેશે.
-સ્ટડી રૂમમાં મા સરસ્વતિનો ફોટો લગાવો અને ભણવા બેસતાં પહેલા હાથ જોડી બુદ્ધિ અને બળ માટે પ્રાર્થના કરો.

-જે બાળકોનું મન ભણવામાં લાગતું નથી અને આળસ આવ્યા કરે છે તો તેમના સ્ટડી રૂમમાં લીલા કલરનો ઉપયોગ કરો જેથી લાભ થશે.
-કોઈપણ થાંભલાને ટેકો દઈને બેસવાથી સુવાની ઈચ્છા થાય છે, અને માનસિક તણાવ પણ ઉત્પન્ન થાય છે. અને ભણવામાં મન લાગતું નથી.
-ઘરમાં પશ્ચિમ દિશામાં રૂમ હોવાથી બાળકોને પૂર્વ દિશામાં મો રહે તે રીતે બેસાડવા જોઈએ. જેથી બાળકનું મન ભણવામાં રહે અને પરીક્ષાના સમયે યાદ રહે તો વધુ સારા નંબરે પાસ થઈ શકે છે. સ્ટડી રૂમમાં કમ્પ્યૂટર જેવી વસ્તુઓ આગ્નેય, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખો. ઈશાન ખૂણામાં ન રાખવું, જેથી સફળતા મળશે નહીં.

-ભણવાનારા બાળકે હંમેશાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં માથું રાખી સૂવું જોઈએ. દક્ષિણમાં માથું રાખીને સુવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને પશ્ચિમમાં માથું રાખીને સુવાથી ભણવામાં રસ દિવસે ને દિવસે વધતો જાય છે.

Read Also

Related posts

Assam Rifles Recruitment Rally 2021-22 : આસામ રાઇફલ્સમાં દેશભરમાં નીકળી ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave

સરકાર આપી રહી છે 2 લાખનો મફત અકસ્માત વીમો, આજે જ કરો ઈ-શ્રમ પોર્ટલમાં નોંધણી અને તુરંત મેળવો લાભ

Zainul Ansari

IRCTC Recruitment 2021 : ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, 10 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!