GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો / બાઇક રાઇડર માટે જરૂરી સમાચાર, પોતાને સુરક્ષિત રાખવા માટે આ ઇન્શ્યોરન્સની કરો પસંદગી

બાઇક

Last Updated on April 22, 2021 by Bansari

ભારતમાં દર વર્ષે પાંચ લાખથી વધુ રોડ અકસ્માત થાય છે, જેમાંથી સૌથી વધુ અકસ્માતોમાં ટૂ વ્હિલર સામેલ હોય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી અને બાઇકની સુરક્ષા કરીએ. જેથી આજે અમે તમને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અંગે જણાવીશુ, જેની તમને સૌથી વધુ જરૂર પડી શકે છે.

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સની કરો પસંદગી

અનેક વખતે લોકો થોડા રૂપિયા બચાવવાના ચક્કરમાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની પસંદગી કરી લે છે. મોટર વ્હીકલ રૂલ્સ મુજબ પણ તે કરાવવું ફરજિયાત હોય છે. પરંતુ હકીકતમાં જોવામાં આવે તો થર્ડ પાર્ટીની જગ્યા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સની પસંદગી કરવી જોઇએ. કોમ્પ્રિહેન્સિવ વીમામાં થર્ડ પાર્ટી અને વ્હીકલ ઓનર બંનેને કવર મળે છે. આ ઉપરાંત તેમાં એક્સિડન્ટ અને બાઇકની ચોરી વગેરે કિસ્સામાં પણ કવર મળે છે.

એડ ઓન રાઇડર બેનેફિટ્સની કરો પસંદગી

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ દરમિયાન કંપનીઓ અનેક પ્રકારના એડ ઓન બેનેફિટ્સ ઉપલબ્ધ કરાવે છે, એવામાં તમે તમારી જરૂરિયાત મુજબ તેની પંસદગી કરી શકો છો. તેમાં તમને ઝીરો ડેપ્રિસિએશન કવર, ઇંધણ અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર, કી અને લોક રિપ્લેસમેન્ટ કવર, હેલમેટ કવર, 24×7 સાઇટ આસિસ્ટન્સ એડ-ઓન વગેરેની સુવિધા મળી જશે.

એક સાથે લાંબા સમય માટે ઇન્શ્યોરન્સ ખરીદો

લાંબા સમય માટે ઇન્શ્યોરન્સ પ્લાન લેવાથી તમને થોડા રૂપિયાની પણ બચત થઇ શકે છે, સાથે જ તમે દર વર્ષે તેને અપડેટ કરાવવાની ઝંઝટમાંથી પણ મુક્ત થઇ જશો. આ ઉપરાંત તેમાં તમે નો-ક્લેમ બોનસનો લાભ પોલિસીના સંપૂર્ણ કાર્યકાળમાં લઇ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!