GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

રક્ષાબંધનમાં બહેનને ગિફ્ટ આપવી છે પણ શું આપવું તેનું કન્ફ્યુઝન છે? તો આ રહી 2000થી ઓછી કિંમતની બેસ્ટ ભેટ

ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જ રક્ષાબંધન અને ફ્રેન્ડશિપ ડે બંને એક સાથે આવી ગયા છે. એવામાં તમને સમજાઈ નથી રહ્યુકે, ફ્રેન્ડ અને બહેનને શું ગિફ્ટ આપવી જોઈએ તો આ રહી બેસ્ટ ટેક પ્રોડ્ક્ટસ. કોરોનાવાયરસને કારણે સૌથી વધારે લોકો ઘરની અંદર સમય વિતાવે છે ત્યારે ફિટનેસ બેંડથી લઈને ઈટર બડ્સ સુધીના સારા પ્રોડક્ટસનાં આ ઓપ્શન બેસ્ટ છે.

સ્માર્ટ ફિટનેસ બેંડ

ઉંઘથી લઈને હાર્ટરેટ સુધી મોનિટર કરતા સ્માર્ટ ફિટનેસ બેંડ પણ સૌથી સારી ગિફ્ટ ઓપ્શન હોઈ શકે છે. ઑનર, શાઓમી, રિયલમી અને નોઈસ જેવા બેંડ્સ 2000 રૂપિયાથી ઓછી કિંમત પર આવા બેંડ્સ ઓફર કરે છે અને હવે તે સ્ટાઈલ સ્ટેટમેંટ પણ બની ચૂક્યા છે. ઓછા બજેટમાં આ ગેજેટ્સ ઘણા કામનાં ફીચર્સ ઓફર કરે છે.

પાવર બેંક

ફોનની બેટરી ખત્મ થઈ જાય અને કંઈક અગત્યનું કામ કરી રહ્યા છો, તો દરેકને પાવર બેંકની યાદ આવે છે. તે જરૂરી ગેજેટ્સમાંનું એક બની ગયું છે. આ જ કારણ છે કે દમદાર પાવરબેંક 20,000mAhસુધીની ક્ષમતાવાળા ખૂબ ઓછા ભાવે ખરીદી શકાય છે અને ઘણા ચાર્જિંગ વિકલ્પો આપે છે.

ઈયર બડ્સ અથવા વાયરલેસ હેડફોન્સ

વર્ષ 2020માં નવો ટ્રેન્ડ ઇયર બડ્સનું ચલણ નીકળ્યુ છે અને મોટાભાગના પ્રીમિયમ સ્માર્ટફોનમાં 3.5mmનું હેડફોન જેક મળતું નથી. આવી સ્થિતિમાં, વાયરલેસ ઇયરફોન અથવા બડ્સ પણ ગિફ્ટમાં આપી શકાય છે. ઘણી બ્રાન્ડ્સ બડ્સ અને બ્લૂટૂથ ઇયરફોન 1000 રૂપિયાથી રૂ.2000ની વચ્ચે ઓફર કરી રહી છે.

UV સ્ટરિલાઈઝર

કોરોના વાયરસ ચેપની હાલની સ્થિતિમાં ગેજેટ્સનું ડિસઈન્ફેક્ટ હોવું બહુજ જરૂરી છે.યુ.વી. લાઇટની મદદથી ગેજેટ્સમાંથી બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરનારા સ્ટરિલાઈઝર પણ એક સારી ભેટ હોઈ શકે છે. તે થોડી મિનિટોમાં જ ફોન અને અન્ય ગેજેટ્સને ડિસઈન્ફેક્ટ અને સાફ કરે છે અને ઓછા ભાવે ખરીદી શકાય છે.

OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન

જ્યારે ઘરે રહેવા માટે વધુ સમય છે અને ઘરે કંઈ ખાસ કામ કરવાનું નથી, તો ઓનલાઇન વિડિઓઝ, મૂવીઝ અને શો જોવા માટે ડેટા ખર્ચ થાય છે. તમે લોકપ્રિય OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ ભેટ કરી શકો છો. ઘણી બધી સેવાઓ માસિક અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન્સ ઓફર કરે છે.

બ્લૂટૂથ સ્પિકર

સંગીતને પ્રેમ કરો છો અને જો તમારી પાસે દમદાર સ્પિકર ન હોય તો મજા ન આવે. બ્લૂટૂથ સ્પીકરને ફોનથી કનેક્ટ કરીને ગીતોનો આનંદ માણી શકાય છે. આ હંમેશાં ભેટ આપવા માટે એક સારો વિકલ્પ છે. JBL, શાઓમી, Boat અને ફિલિપ્સ જેવા બ્રાન્ડ્સ ખૂબ જ ઓછા ભાવે પાવરફુલ સ્પીકર્સ ઓફર કરે છે.

READ ALSO

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!