GSTV

15 હજાર સુધીના બજેટમાં જો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ રહ્યા શાનદાર ફોન

દેશમાં મોટા ભાગના લોકો એવો સ્માર્ટ ફોન લેવા માગે છે, તેની કિંમત પણ વાજબી હોય અને ફિચર્સ પણ પ્રમાણમાં સારા હોય. ત્યારે આવા સમયે સામાન્યપણે લોકો 15 હજારની કિમતની આસપાસના ફોન લેવાનું વિચારે છે. જો તમે પણ આટલી કિંમતમાં સ્માર્ટ ફોન ખરીદવા માગો છો અમે લઈને આવ્યા છીએ તમારા ટોપ સ્માર્ટફોનનું લિસ્ટ. અહીં જુઓ તમને મળશે તમારા બજેટમાં સારામાં સારા ફોન.

હાલમાં તો ભારતમાં મિડ-રેંજ સ્માર્ટ ફોન ઉતારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રમાણમાં રિયલમી અને શાઓમીના સ્માર્ટફોન્સ છે.

આ સ્માર્ટફોનને ભારતમાં 14999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકાય છે. આ કિંમત 6 GB અને 64 GB સ્ટોરેજ વેરિએંટની છે. ગ્રાહકોને આ સ્માર્ટ ફોનમાં 6.5 ઈંચની LCD ડિસ્પ્લે, લિક્વિડ કૂલિંગ સિસ્ટમ સાથે MediaTek Helio G90T પ્રોસેસર, 64 MP પ્રાયમરી કેમેરા અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4500MAHની બેટરી મળશે.

ગ્રાહકો આ સ્માર્ટફોનને 12,999 રૂપિયાની કિંમતે ખરીદી શકે છે. આ કિંમત 4GB+64GB વેરિએન્ટની છે. ગ્રાહકો તેને સ્પાર્કલિંગ બ્લુ અને ક્રિસ્ટલ ગ્રીન કલર વિકલ્પોમાં ખરીદી શકાશે. આ સ્માર્ટફોનમાં ગ્રાહકોને 6.3-ઇંચની ફુલ-એચડી + ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 712 એઆઈઈ પ્રોસેસર, VOOC 3.0 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ 4035 એમએએચની બેટરી અને 48 એમપી ક્વાડ કેમેરા સિસ્ટમ સાથે મળશે.

આ સ્માર્ટફોન એક સમયે શાઓમીનો ફ્લેગશિપ સ્માર્ટફોન હતો. હવે તે સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથેનો બજારમાં સસ્તો સ્માર્ટફોન છે. આ ફોન થોડો જૂનો છે, પરંતુ પ્રભાવની દ્રષ્ટિએ, તેની કિંમતની દ્રષ્ટિએ તેને કોઈ પહોચી શકે તેમ નથી. ગ્રાહકો તેને 14,999 રૂપિયાની કિંમતે ઓનલાઇન પ્લેટફોર્મથી ખરીદી શકે છે. આ કિંમત 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની છે. શક્તિશાળી પ્રોસેસર ઉપરાંત આ સ્માર્ટફોન 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4000 એમએએચની બેટરી આપે છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન ડ્યુઅલ (12 એમપી + 5 એમપી) કેમેરા સેટઅપ સાથે આવે છે.

સેમસંગનો આ સ્માર્ટફોન ખાસ કરીને તે લોકો માટે છે, જેમને મોટી બેટરી પસંદ છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ 6000 એમએએચની મોટી બેટરી આપી છે અને 15 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ માટે પણ સપોર્ટ છે. તેની શરૂઆતની કિંમત 12,999 રૂપિયા છે. આ કિંમત 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની છે. તે જ સમયે, ગ્રાહકો 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ્સ 14,999 રૂપિયામાં ખરીદી શકે છે. મોટી બેટરી ઉપરાંત, તેમાં 6.4 ઇંચની એફએચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે અને 48 એમપીનો કેમેરો પણ છે.

આ મોટોરોલા સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા છે. આ કિંમત 4 જીબી રેમ અને 128 જીબી વેરિએન્ટની છે. આ સ્માર્ટફોનમાં 21:9 સિનેમાવિઝન 6.3 ઇંચનું ડિસ્પ્લે છે અને ડિસ્પ્લેમાં સેલ્ફી માટે પંચ-હોલ કટઆઉટ પણ છે. ઉપરાંત, આ સ્માર્ટફોન સ્ટોક Android ઇન્ટરફેસ પર ચાલે છે. આ સિવાય તેમાં સેમસંગ એક્ઝિનોસ 9609 પ્રોસેસર આપવામાં આવ્યું છે. અહીં ફોટોગ્રાફી માટે 48 એમપી છે.

READ ALSO

Related posts

આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ગોવિંદા સાથે આ સ્ટાર્સે કરી ઘણી મસ્તી, જુઓ વીડિયો

Bansari

રાજકોટ/ મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું, આરોપી 40 ગુનામાં સંડોવાયેલો

pratik shah

વેસ્ટ ઇન્ડિઝનો મજબૂત અને સાવચેતીપૂર્વકનો અભિગમ, હજી ફોલોઓનનું જોખમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!