GSTV

જલ્દી કરો ! માત્ર 10 હજારની કિંમતમાં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન

ભારતમાં સ્માર્ટફોન બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં શાઓમી, સેમસંગ અને વીવો જેવી કંપનીઓ સતત પ્રિમિયમથી લઈને બજેટ સેગમેંટ સુધીના ડિવાઈસીઝ ઉતારી રહી છે. આ તમામ ડિવાઈસમાં લોકોને લેટેસ્ટ ફિચર્સ મળી રહ્યા છે. આજે અમે તમારા માટે અમુક સ્માર્ટ ફોન લઈને આવ્યા છીએ, જેની કિંમત 10 હજાર પણ ઓછી છે. ઉપરાંત આ તમામ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મલે છે. આવો જાણીએ ક્યા ક્યા છે આ સ્માર્ટફોન

Realme 5

રિયલમી 5 સ્માર્ટફોન ઈ-કોમર્સ સાઈટ અમેજોન પર 9999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો, આ ફોનમાં ચાર રિયર કેમેરા છે, પણ તેનો પ્રાઈમ કેમેરો 5 proથી થોડો અલગ છે. બિલકુલ આ ફોનનો પ્રાઈમ કેમેરા સેંસર 8mpની જગ્યાએ ફક્ત 12mpનો છે. જ્યારે બાકીના ત્રણ કેમેરા 5 pro વાળા છે. જે 8 mpના અલ્ટ્રા વાઈડ લેંસ, 2 mpનો પોટ્રેટ લેંસ અને 2 mpના અલ્ટ્રા માઈક્રો લેંસ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં ફ્રન્ટમાં 13 mpના કેમેરો મળશે. Realme 5માં 6.5 ઈંચ hd+ મિનિડ્રોપ ડિસ્પ્લે મળે છે જે ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આવશે.


Motorola Moto One

ગ્રાહકો મોટોરોલા મોટો વનને અમેઝોન પર ફક્ત 9690 રૂપિયામાં જ ખરીદી શકે છે. ફીચર્સની વાત કરીએ તો, આ ફોનમાં 5.9 ઈંચની hd+ ડિસ્પ્લે મળશે. જેમાં રિઝોલ્યૂશન 1520/720 પિક્સલ મળશે. આ ઉપરાંત ફોનમાં સારામાં સારુ પરફોર્મેંસ માટે ક્વાલકોમ સ્નેપડ્રેગન ટીએસ 625 ચિપસેટ આપવામાં આવ્યુ છે.કેમેરાની વાત કરીએ તો, કંપનીએ આ ફોનમાં ડુએલ રિયર કેમેરા આપ્યા છે. જેમાં 13 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના સેંસર આપવામાં આવ્યા છે. તો વળી આ ફોન એન્ડ્રોઈડ પાઈ 9 ઓરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

Tecno CAMON i4

ગ્રાહક આ ફોનને અમેઝોનની સાઈટ પરથી ફક્ત 8499 રૂપિયામાં જ તેને ખરીદી શકે છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો, આ ફોનમાં ડુઅલ સિમ સપોર્ટની સાથે સાથે એન્ડ્રોઈડ પાઈ 9.0 આધારિત હાઈ ઓઈસ મળશે. આ ફોનમાં 6.2 ઈંચ hd+ ડિસ્પ્લે છે, રિઝોલ્યૂશેન 720/1520 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે.ડિસ્પ્લેમાં તમને વોટરડ્રોપ નોચ મળશે. ફોનમાં 2 જીબી તથા 3 જીબી રેમ વેરિયંટમાં મીડિયાટેકના ક્વોડકોર હીલીયો એ22 પ્રોસેસર અને 4 જીબી રેમ વેરિયંટમાં મીડિયાટેકનો ઓક્ટાકોર હીલીયો પી22 પ્રોસેસર મળશે.

Xiaomi Mi A2

શાઓમીનો લોકપ્રિય ફોન એમઆઈ એ2 શોપિંગ સાઈટ એમેઝોન પર 8999 રૂપિયામાં પ્રાઈસ ટેગ સાથે મળશે. એમઆઈ એ2ના ફિચર્સની વાત કરીએ તો, તેમાં 5.99 ઈંચ ફૂલ વ્યૂ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂએશન 1080/2160 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

Vivo Y12

ગ્રાહક આ ફોનને ફક્ત 9990 રૂપિયામાં જ ખરીદી શકે છે. ફોનના ફિચર્સની વાત કરીએ તો, Vivo Y12 એન્ડ્રોઈડ પાઈ 9.0 આધારિત ફનટન ઓએસ 9 આપવામાં આવ્યુ છે. ઉપરાંત તેમાં 6.35 ઈંચ એચડી પ્લસ ડિસ્પ્લે આપ્યું છે. જેનું રિઝોલ્યુએશન 720/1544 પિકસ્લ છે.ડિસ્પ્લેમાં વોટરડ્રોપ નોચ મળશે. Vivo Y12માં પી22 પ્રોસેસર, 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપ્યું છે, સાથે જ મેમોરી કાર્ડની મદદ પણ લઈ શકશો.

READ ALSO

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!