તમારા જૂના અને સસ્તા ફોનથી પણ લઇ શકો છો ખૂબસુરત Selfie, આ છે Trick

selfie

જો તમે સેલ્ફીના શોખીન હોય પરંતુ તમારે જોઇએ તેવી સેલ્ફી ફોનમાં ન  આવતી હોય તો ચિંતા ન કરો. અહીં અમે આજે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે નોર્મલ સ્માર્ટફોનમાં પણ જબરદસ્ત સેલ્ફી લઇ શકશો.

બ્યૂટી પ્લસ મેજિકલ કેમેરા

સારી સેલ્ફી લેવા માંગતા હોય તો આજે જ તમારા સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરી લો. અહીં તમે તમારા ફોટોને ઇચ્છો તેમ એડિટ કરી શકો છો. તેનાથી તમે ચહેરાના ડાધ-ધબ્બા દૂર કરી શકો છો. સાથે જ સ્કીનને રિટચ પણ આપી શકો છો.

રેટ્રિકા

સેલ્ફી માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને સારા એવા રેટિંગ્સ પણ મળ્યાં છે. તેમાં ખૂબસુરત તસવીરો, વીડિયો અને Gifs પણ બનાવી શકો છો. આ ઉપરાંત આ એપ દ્વારા તમે ઓરિજિનલ સ્ટેમ્પ સાથે તમારી મેમરીને પમ માર્ક કરી શકો છો.

પ્રિઝ્મા

સેલ્ફીને સારી ઇફેક્ટ આપવી હોય તો પ્રિઝમા કરતાં સારી એપ તમને નહી મળે. આ ફોટો એડિટિંગ એપ પહેલાં iOS માટે લોન્ચ કરવામાં આવી હતી પરંતુ આ એપ ટૂંક સમયમાં હેન્ડ સ્કેચના કારણે હિટ થઇ ગઇ અને હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ તેને યુઝ કરી શકે છે. તમે તમારી પસંદની ઇફેક્ટ સિલેક્ટ કરીને સેલ્ફી લઇ શકો છો.

ફ્રન્ટબેક

ઘણીવાર તમે સેલ્ફી લેવા માંગતા હોય પરંતુ સામેનું લેન્ડસ્કેપ મિસ કરવા ન માંગતા હોય તો ફ્રન્ટબેક એપ તમારા કામની છે. આ એપ દ્વારા તમે ફ્રન્ટ અને બેક તમે બંને કેમેરા સાથે ફોટો ક્લિક કરી શકો છો. આ એપ દ્વારા સેલ્ફી લો અને સપાસની ખૂબસુરતીને સેલ્ફીનો હિસ્સો બનાવો.

યૂકેમ પર્ફેક્ટ

જો સેલ્ફીમાં કોઇ  અણગમતા એલિમેન્ટ્સ આવી જાય તો મૂડ ખરાબ થઇ જાય છે. તમારી આ સમસ્યાનું સમાધાન છે યુકેમ પર્ફેક્ટ એપ. કેટલીક ક્લિક્સ દ્વારા તમે તમારી સેલ્ફીમાંથી અણગમતા એલિમેન્ટસને દૂર કરી શકો છે.

કેન્ડી કેમેરા

તમારી સેલ્ફી ભીડમાં અલગ નજરે આવે તેના માટે તેમાં કેટલીક ઇફેક્ટ્સ જરૂરી છે. કેન્ડી કેમેરા દ્વારા તમે સેલ્ફીમાં 100 પિક્ચર ઇફેક્ટસ અને ફિલ્ટર લગાવી શકો છો. બ્યૂટી ફંક્શન, સ્કિન સ્મૂધનિંગ ઇફેક્ટ અને તેમાંથી કેટલીક સિલેક્ટેડ ઇફેક્ટ્સ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter