GSTV
Gujarat Government Advertisement

ફાયદાનો સોદો/ અહીં રોજ ફક્ત 180 રૂપિયા જમા કરી મેળવો 1.2 કરોડ, 40 હજાર માસિક પેન્શન, નહીં રહે ભવિષ્યની કોઇ ચિંતા

રોકાણ

Last Updated on April 21, 2021 by Bansari

National Pension System: જો તમારે પણ કરોડપતિ બનવું છે, તો તેની ઘણી રીતો છે, તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો, શેરબજારમાં રોકાણ કરી શકો છો. પરંતુ જો તમારી પાસે તેટલો સમય નથી અને જો તમે શેયરને ટ્રેક કરી શકો છો તો તેનો સૌથી સહેલો રસ્તો છે તમે કોઈ એવું રોકાણ વિકલ્પ પસંદ કરો જે માર્કેટ સાથે જોડાયેલ હોય અને તેમાં કોઈ માથાકૂટ ન હોય..ત્યારે તમે National Pension System વિશે પણ વિચારી શકો છો…

NPSમાં રોકાણથી બની જશો કરોડપતિ

NPS એક માર્કેટ લિન્ક્ડ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઇન્વેસ્ટમેન્ટનો વિકલ્પ છે. આ યોજના હેઠળ, NPS ના નાણાંનું 2 જગ્યાએ રોકાણ થાય છે..ઈક્વિટી એટલે કે સ્ટોક માર્કેટ અને Debt એટલે કે સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સમાં.. NPS ના કેટલા પૈસા ઇક્વિટીમાં જશે તે તમે ખાતું ખોલતાં સમયે જ નક્કી કરી શકો છો. સામાન્ય રીતે 75% નાણાં ઇક્વિટીમાં જઈ શકે છે. તેનો અર્થ થાય છે કે આમાં તમને પીપીએફ અથવા ઇપીએફ કરતા થોડુ વધારે વળતર મળી શકે છે..

Scenario No. 1

હવે જો તમે NPS દ્વારા કરોડપતિ બનવા માંગો છો, તો તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે, તેમાં બસ થોડી ટ્રીકની જરૂર છે. માની લો કે અત્યારે તમારી ઉંમર 25 વર્ષ છે. જો તમે મહિનાનું 5400 રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે દિવસના 180 રૂપિયા. તો 60 વર્ષ તમારો નિવૃત્તિનો સમયગાળો થશે. એટલે કે, તમે તેમાં 35 વર્ષ સુધી રોકાણ કરશો. હવે માની લો કે તમને 10 ટકાના દરે રિટર્ન મળ્યું છે. તેથી જ્યારે તમે નિવૃત્ત થશો, ત્યારે તમારી કુલ પેન્શન વેલ્થ 2.02 કરોડ થશે.

NPS માં રોકાણની શરૂઆત
ઉંમર 25 વર્ષ
દર મહિનાનું રોકાણ 5400 રૂપિયા
રોકાણનો સમયગાળો 35 વર્ષ
અંદાજિત વળતર 10%

કુલ રોકાણ 22.68 લાખ
કુલ વ્યાજ 1.79 કરોડ
પેન્શન વેલ્થ 2.02 કરોડ
કુલ ટેક્સની બચત 6.80 લાખ

કેટલું મળશે પેંશન

તમે આ બધા પૈસા એક સાથે નહીં ઉપાડી શકો પરંતુ તેમાંથી 60 ટકા રકમ ઉપાડી શકો છો, તેમાના 40 ટકા તમારે એન્યુટી પ્લાનમાં મૂકવાના રહેશે.. જેથી તમને દર મહિને પેન્શન મળશે.. ધારો કે તમે તમારા 40% નાણાં એન્યુટીમાં મૂક્યા છે. તેથી તમે રૂ. 1.21 કરોડ ઉપાડી શકશો અને માની લો કે જો વ્યાજ 6 ટકા છે, તો તમને દર મહિને 40 હજાર પેન્શન મળશે તે અલગ..

પેન્શનનો હિસાબ
એન્યુટી 40 %
અંદાજિત વ્યાજ દર 6%
એકમુશ્ત રકમ 1.21 કરોડ
માસિક પેન્શન 40,477 રૂપિયા

Scenario No. 2

બસ આ ધ્યાનમાં રાખો કે જેટલી જલ્દી તમે એનપીએસમાં રોકાણ કરવાનું શરૂ કરશો તેટલી જ તમને એકમુશ્ત રકમ વધારે મળશે અને પેન્શન પણ વધુ મળશે. જો તમે 30 વર્ષની ઉંમરે એનપીએસમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો જુઓ કેટલું પેંશન મળશે

NPSમાં રોકાણની શરૂઆત
ઉંમર 30 વર્ષ
દર મહિનાનું રોકાણ 5400 રૂપિયા
રોકાણનો સમયગાળો 30 વર્ષ
અંદાજિત વળતર 10%

કુલ રોકાણ 19.44 લાખ
કુલ વ્યાજ 1.01 કરોડ
પેન્શન વેલ્થ 1.20 કરોડ
કુલ ટેક્સની બચત 5.83 લાખ

પેંશનનો હિસાબ
એન્યુટી 40%
અંદાજિત વ્યાજદર 6%
એકમુશ્ત રકમ 72.56 લાખ
મહિનાનું પેંશન 24,188 રૂપિયા

તો મૂળ મંત્ર તો આજ છે કે તમે જેટલી જલ્દી કરી શકો તેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરો..જેથી તમે વૃદ્ધાવસ્થામાં કરોડપતિ તરીકે રિટાયર્ડ થઈ શકો..

Read More

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!