GSTV
Home » News » Reliance Jioના આ પ્લાન પર તમને મળશે રોજનો 5GB ડેટા

Reliance Jioના આ પ્લાન પર તમને મળશે રોજનો 5GB ડેટા

Reliance Jio તેના સારા પ્લાન્સ માટે ઓળખાય છે. જિયો આવ્યા પછી ફ્રી અનલિમિટેડ કોલિંગની સ્કીમ શરૂ થઈ ગઈ છે. આજે તમને કેટલાક એવા પ્લાન્સની વાત કરીએ જેમાં રોજ 2 જીબીથી પણ વધારે ડેટા યુઝર્સને આપવામાં આવે છે.

રોજ 2જીબી ડેટાવાળો પ્લાન

રોજ 2જીબી ડેટામાં જિયો પાસે 198, 398, 448 અને 498 રૂપિયાવાળા ચાર પ્લાન્સ છે. 198 રૂપિયા વાળા પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અને અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે 100એસએમએસ મળશે. ત્યારે 398 વાળા પ્લાન્સમાં સબ્સ્કાઈબર્સને 2 જીબી ડેટા સાથે 70 દિવસની વેલિડિટી મળશે. 448 રૂપિયા વાળા પ્લાન્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા ઓફર આપવામાં આવશે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોજ ફ્રી 100એસએમએેસ અને જિયો એપ્સની ફ્રી સબ્સક્રીપ્શન જેવા બેનિફિટ્સ પણ મળશે.

રોજ 3જીબી ડેટા પ્લાન

તમને જણાવીએ કે 3જીબી પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો 299 રૂપિયાનું પેક લેવાનું રહેશે. 28 દિવસની વેલિડિટી સાથે મળનારા આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને રોજ 3જીબી ડેટા આપવામાં આવશે.


રોજ મળશે 4જીબી ડેટા અને 5જીબી ડેટાનો પ્લાન

4જીબી રોજનો ડેટા માટે તમને જિયોનો 509 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં તમને રોજ 28 દિવસની વેલિડિટી સાથે 4જીબી ડેટા મળશે. ત્યારે યુઝર્સને રોજ 5જીબી ડેટા ઈચ્છો તો 799નો પ્લાન પસંદ કરી શકો છો. તમને જણાવીએ કે જિયોએ તેના અનલિમિટેડ કોલિંગની પેટર્નમાં પરિવર્તન કર્યું છે.

Read Also

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

હવે તમારા દરેક શ્વાસનો રાખશે રિપોર્ટ આ સ્માર્ટ શર્ટ, આ છે તેની અનોખી ખાસિયત..

pratik shah

ફોટોગ્રાફની ક્વોલિટી આવે છે નબળી તો 300 રૂપિયાનો ખર્ચ કરો તમારો સ્માર્ટ ફોન બની જશે અત્યાધુનિક કેમેરા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!