GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

અહીં જે પ્રકારે દશેરાની ઉજવણી કરવામાં આવે છે તે એક વખત જોવા જેવું ખરું, જાણો શ્રેષ્ઠ 4 જગ્યાઓ

ભારતમાં દશેરાનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવાર દેશના જુદા જુદા ભાગોમાં ત્યાંના રિવાજ પ્રમાણે ઉજવવામાં આવે છે. આજે અમે તમને ભારતમાં એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં દશેરાને ખૂબ જ વિશેષરૂપે માનવામાં આવે છે. અહીં પહોંચીને તમે પણ વિશેષ પરંપરાથી દશેરાની મજા માણી શકો છો…

બસ્તર, છત્તીસગઢ

આ તહેવારની રોનક અહીં લગભગ 75 દિવસ સુધી રહે છે. દશેરા પર દેવી દંતેશ્વરીની પૂજા કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે અહીં રાવણના પુતળાનું દહન કરવામાં આવતું નથી. આદિવાસીઓના યોગદાનને કારણે આ તહેવાર વધુ ખાસ બની જાય છે.

અમદાવાદ, ગુજરાત

અહીં મોટાભાગના લોકો કોઈ તહેવારની રાહ જોતા હોય તો તે નવરાત્રી હોય છે. ગરબા નૃત્ય અહીંનું સૌથી મોટું આકર્ષણ છે. ઢોલ અને નગારા પર પુરુષો અને સ્ત્રીઓને નાચતા જોઈને દરેકના પગ થનગનવા લાગે છે. આ ઉપરાંત, એક વિશેષ વસ્તુ આરતી નૃત્ય છે જે મા દુર્ગાના સન્માનમાં કરવામાં આવે છે. એક વર્તુળમાં હજારો લોકો નૃત્ય કરે છે.

ભાગલપુર, બિહાર

અહિંનો કર્ણગઢ મેદાન અને ગોલદાર પટ્ટીમાં રામલીલાનો 150 વર્ષ જૂનો ઇતિહાસ છે. કર્ણગઢ મેદાનમાં સૌ પ્રથમ ભજન-કીર્તન અને રામચરિત માનસના પાઠ સાથે શરૂઆત થઈ હતી. થોડા વર્ષો પછી, કલાકારોએ રામલીલાના નાટકનો પ્રારંભ કરવાનું શરૂ કર્યું. ખાસ વાત એ છે કે રામલીલા સમિતિએ આધુનિક સમયમાં પણ પોતાની પરંપરા બદલી નથી. કલાકારોને મેદાન સુધી ટમટમથી લાવવામાં આવે છે. ગોલદારપટ્ટી રામલીલા સમિતિએ તેની સૌથી જૂની પરંપરા જાળવી રાખી છે. બે દાયકા પહેલા સુધી, દર્શકો વિજયાદશમીની સવારે બળદની ગાડી અને તાંગા ઉપર સવારી કરીને એકત્ર થતા હતા.

કોટા, રાજસ્થાન

કોટામાં દશેરા નિમિત્તે યોજાતો મેળો ખૂબ જ વિશેષ છે. આ સમય દરમિયાન ઘણા પ્રકારના પ્રોગ્રામ્સ થાય છે. આ સાથે, તમે અહીં હસ્તકલા અને વિવિધ સ્વાદિષ્ટ સ્વાદોનો આનંદ લઈ શકો છો. દશેરાનો મેળો 25 દિવસ સુધી ચાલે છે.

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!