GSTV

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

Last Updated on January 25, 2020 by

કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગની જવાબદારી આવતાં જ તેના પ્રદર્ષનમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. વિકેટકીપિંગના ગ્લવ્સ હાથમાં આવતાં જ, તેની બેટિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે, વિકેટકીપિંગની જવાબદારી કેએલ રાહુલના ઈન્ટરનેશનલ કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે, જે રીતે રોહિત શર્માને મિડલ ઓર્ડરથી ઓપનિંગની જવાબદારી આપવામાં આવી હતી.

કેપ્ટન કોહલીએ પણ કહ્યું છે કે, કેએલ રાહુલ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રૂપે જ રહેશે. કોહલીએ કહ્યું કે, એ ટીમમાં બરાબર એવું જ સંતુલન જાણવી રાખે છે, જેવું 2003 ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે કરી બતાવ્યું હતું.

રાહુલે ન્યૂઝીલેન્ડ સામે ઑકલેન્ડમાં રમાયેલ પહેલી ટી-20 મેચમાં જબરજસ્ત વિકેટકીપિંગ કરી. તો બેટિંગ પણ ધમાકેદાર કરતાં માત્ર 27 જ બૉલમાં 56 રન કર્યા. જેમાં 4 ફોર અને 6 સિક્સ મારી હતી.

રાહુલે તેના જબરદસ્ત પ્રદર્ષનથી પહેલી ટી-20માં ભારત માટે જીતની આશા જગાડી હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે વનડેમાં વિકેટકીપિંગ અને બેટિંગ કરી હતી.

ટીમ ઈન્ડિયામાં કેએલ રાહુલને વિકેટકીપર બેટ્સમેન તરીકે રાખવાની ફોર્મૂલા સફળ થયા બાદ ઋષભ પંત માટ વાપસી નો રસ્તો વહારે મુશ્કેલ થઈ ગયો છે.

ઋષભ પંતને ટીમ મેનેજમેન્ટે બહુ તકો આપી, પરંતુ પંતનું વિકેટકીપિંગ અને બેટિંગ બંનેમાં પ્રદર્ષન ખરાબ જ રહ્યું. કેએલ રાહુલનો વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્લેઇંગ ઈલેવનમાં સમાવેશ કરતાં જ ટીમ ઈન્ડિયાને બહુ સારું સંતુલન મળ્યું.

કેએલ રાહુલના રમવાથી ટીમ ઈન્ડિયાને એક એક્સ્ટ્રા બેટ્સમેન, બૉલર અને ઑલરાઉન્ડર મળી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે ઑકલેન્ડમાં રમાયેલ પહેલી ટી-20 મેચ બાદ રાહુલે કહ્યું, “ઈમાનદારીથી કહ્યું તો, હું આ નવી ભૂમિકાનો આનંદ લઈ રહ્યો છું. ઈન્ટરનેશનલ સ્તરે આ એક એકદમ નવો અનુભવ છે. એવું લાગે છે કે, મેં ક્યારેય કીપિંગ નથી કરી પરંતુ આવું નથી. મેં મારી આઈપીએલ ટીમ માટે ત્રણ-ચાર વર્ષ કીપિંગ કરી છે અને સાથે-સાથે મેં ફર્સ્ટ ક્લાસ ટીમ માટે પણ ઓપનિંગની સાથે-સાથે જીપિંગ કરી છે. કીપિંગ સાથે હંમેશાંથી હું ટચમાં રહ્યો છું.”

રાહુલે કહ્યું, “વિકેટની પાછળ રહેવાથી એ આઇડિયા આવી જાય છે કે, વિકેટ રમવા માટે કેવી છે. હું મારા બોલર્સને આ અંગે સલાહ આપી શકું છું અને કેપ્ટનની ફીલ્ડમાં સેટિંગમાં પણ મદદ કરી શકું છું. એક કીપર તરીકે મારી જવાબદારી સજાગ રહેવાની છે અને પોતાના કેપ્ટનને એ પણ સંદેશ આપવાનો હોય છે કે, કયા બૉલર માટે કઈ લેન્થ વધારે સારી હોય છે. વિકેટ પાછળ રહેવાથી આ વધારાની જવાબદારી પણ આવે છે અને તેનાથી બેટિંગમાં ફાયદો પણ થાય છે.”

Read also:

Related posts

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!