2018ની સૌથી સસ્તી અને બેસ્ટ માઇલેજની બાદશાહ બની આ 5 કાર

તહેવારની સીઝન ચાલી રહી છે અને બજારમાં ફેસ્ટીવ સીઝનમાં ઑટો કંપનીઓ દ્વારા ઘણી આકર્ષક ઑફર્સ બહાર પાડવામાં આવતી હોય છે. જો તમે પણ આ તહેવારની સીઝનમાં કાર લેવાનું વિચારી રહ્યાં હોય તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. અમે તમને કેટલીક એવી કાર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની કિંમત પણ ઓછી છે અને માઇલેજ તથા લુક્સ જોઇને તમે તેના ફેન બની જશો.

ટાટા ટિયાગો (Tata TiaGo)

ટાટાની કાર હાલ ટ્રેન્ડમાં છે. ટાટાની કાર ટિયાગોનું બજાર આજકાલ ઘણુંગરમ છે. કારની કિંમત માત્ર 3.26 લાખ રૂપિયા છે. તેમાં 85એચપી, 1.2 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે. જણાવી દઇએ કે આ કારનું એએમટી વર્ઝન પણ માર્કેટમાં છે. કારની માઇલેજની વાત કરીએ તો તે 1 લીટરમાં 23 કીમીની માઇલેજ આપે છે.

રેનો કવિડ (Renault Kwid )

આ કારે માર્કેટમાં આવીને ધૂમ મચાવી દીધી હતી. કારની કિંમત 2.67 લાખ રૂપિયા છે. ઓછી કિંમતમાં પ્રીમીયમ લુક અને મોટુ ઇન્ટીરીયર, ટચ સ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ જેવા શાનદાર ફિચર્સ આપવામાં આવ્યાં છે. રેનોની આ કાર 25.17 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

મારૂતિ અલ્ટો 800 (Maruti Alto 800)

મારૂતિની અલ્ટો 800 આજે પણ ભારતમાં લાખો લોકની પસંદની કાર છે. આ કારમાં 796 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે જે 48 એચપીનું ટાર્ક જનરેટ કરે છે. આ કારની માઇલેજ 24.7 કિમી પ્રતિ લીટરની છે. કારની કિંમત માર્કેટમાં 2.50 લાખ રૂપિયા છે.

ડેટસન રેડીગો (Datson RediGo)

શાનદાર લુક્સ અને માઇલેજ વાળી આ કારમાં 54 એચપીનું 0.8 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. જો કે ડેટસને રેડિગોનું 68 એચપી 1.0 લીટરનું ટૉલ બૉય હેચબેક મોડલ જ લૉન્ચ કર્યુ છે. 2.81 લાખની આ કાર ઓછા બજેટની શાનદાર કાર કહી શકાય.  આ કાર 20 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

મારૂતિ સેલેરિયો (Maruti Celerio)

મારુતીની આ કાર ફેમિલી કાર તરીકે લોકપ્રિય છે. સેલેરિયોમાં 68 એચપી,1.0 લીટરનુ ત્રણ સિલિન્ડર એન્જિન આપવમાં આવ્યું છે. સેલેરિયો 23.1 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે. આ ફેમિલી કારની કિંમત 4 લાખ રૂપિયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter