ઉનાળાની ઋતુમાં મોટાભાગની શાળાઓ અને યુનિવર્સિટીઓ એપ્રિલ મહિનાથી લઇને જૂન મહિનાની શરૂઆતના દિવસો સુધી બંધ રહે છે. ત્યારે આ રજાઓમાં બાળકો બહાર ફરવા જવાની ઈચ્છા ધરાવતું હોય તે સ્વાભાવિક વાત છે. પરંતુ ઘણી વખત એવું થાય છે માતા-પિતાને તેમની નોકરીમાંથી રજા ન મળતા તેઓ ફરવા જઇ નથી શકતા. પરંતુ જો તમારી પાસે જૂન મહિનામાં સમય છે તો તમારા બાળકોની રજા પુરી થાય તે પહેલા તેમને આ સુંદર જગ્યાઓ પર જરૂર લઇ જાઓ.

તમે ગુલમર્ગ ફરવા જય શકો છો. આ સ્થળ ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. દિયોદરના વૃક્ષો, હરિયાળી અને ખીણો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. તમે અહીં કેબલ કારની સવારીનો આનંદ માણી શકો છો.

જૂનમાં ફરવા માટે લેહ ખૂબ જ સરસ જગ્યા છે. અહીં માઉન્ટેન બાઈકિંગ અને મોટરસાઈકલ ચલાવવાની મજા જ અલગ છે. લેહમાં હેમિસ નેશનલ પાર્ક પણ છે. જો તમને વાઈલ્ડલાઈફમાં રસ હોય તો તમને આ જગ્યા ખૂબ જ ગમશે. તમારા બાળકોને પણ અહીં પ્રાણી જોવાની મજા આવી જશે.

નૈનીતાલ પાઈન વૃક્ષોથી ઘેરાયેલું ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં તમે તળાવો અને આસપાસના પર્વતોના આકર્ષક દ્રશ્યો જોઈ શકો છો. તમે અહીં નૈની તળાવ અને ટિફિન ટોપ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

તવાંગ એક મહાન પ્રવાસન સ્થળ છે. તમને અહીંની પ્રાકૃતિક સુંદરતા અને અહીંના પવિત્ર સ્થળોની સુંદરતા ગમશે. તવાંગ મોનેસ્ટ્રી, વોર મેમોરિયલ તવાંગ અને માધુરી લેક અહીંના લોકપ્રિય પર્યટન સ્થળો છે.

તમારા બાળકોની રજા પુરી થઇ જાય અને તેમની સ્કૂલ પછી ખુલ્લી જાય તે પહેલા તેમને આ સ્થળો પર ફરવા લઇ જશો તો તેમને ખુબ જ ગમશે. સાથે જ તેઓ જો પ્રફુલ્લિત મનથી સ્કૂલના નવા વર્ષની શરૂઆત કરશે તો તેમને ભણવામાં પણ આનંદ આવશે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો