GSTV
Home » News » આ 5 છે ફુલ પૈસા વસૂલ ડ્યુઅલ રિયર કેમેરાવાળા સ્માર્ટફોન્સ, કિંમત 10,000થી ઓછી

આ 5 છે ફુલ પૈસા વસૂલ ડ્યુઅલ રિયર કેમેરાવાળા સ્માર્ટફોન્સ, કિંમત 10,000થી ઓછી

smart phones offers

જો તમે નવા વર્ષમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય અને તમારો ઓછી કિંમતમાં સારો સ્માર્ટફોન ખરીદવો હોય અમે તમને કેટલાંક ઓપ્શન્સ આપવા જઇ રહ્યાં છીએ. આ સ્માર્ટફોન્સની કિંમત 10 હજારથી ઓછી છે અને આ કિંમતમાં તમારા માટે આ સ્માર્ટફોન્સ બેસ્ટ છે. કિંમત અને ફિચર્સ બંને દ્રષ્ટિએ આ સ્માર્ટફોન્સ કમાલના છે.

Realme C1

આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. એપલથી પ્રેરિત નૉચ પણ તેને દેખાવમાં આકર્ષક બનાવે છે. આટલા બજેટમાં આટલી મોટી સ્ક્રીન વાળો સ્માર્ટફોન હાલ માર્કેટમાં નથી.

પર્ફોરમન્સ

આ સ્માર્ટફોનની ખાસિયત તેની પાવરફુલ બેટરી અને બેસ્ટ કેમેરા છે. આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે તેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4230 mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં તમને 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે જેને તમે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકો છો.

કેમેરા

કેમેરાની વાત કરે તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. એક લેન્સ 13 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિકિસલનો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Realme 2

Realme 2ના 3જીબી રેમ/32જીબી સ્ટોરેજની કિંમત 8,990 રૂપિયા છે. સાથે જ 4જીબી/64જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. આ ફોન ડાયમંડ રેડ, ડાયમંડ બ્લેડ અને ડાયમંડ બ્લૂ કલર્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બ્લૂ કલર ઓક્ટોરબર મહિનામાં મળશે જ્યારે અન્ય કલર વેરિએન્ટ્સ 4 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ હશે.

Realme 2ના સ્પેસિફિકેશન અને ફિચર્સ

Realme 2માં 6.2જીબી નૉચ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઑક્ટાકૉર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યૂઅલ રેર કેમેરા છે. રેર કેમેરામાં પોટ્રેટ મોડ પણ આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ટ્રિપલ સિમ સપોર્ટ, ફિંગરપ્રિન્ટ લૉક, ફેશિયલ લૉક અને સ્માર્ટલૉકની સુવિધા આપવામાં આવી છે. તેમાં 4230mAhની બેટરી છે જેમાં 44 કલાકના ટૉકટાઇમનો દાવો કરવામાં આવે છે.

Honor 7C

ડ્યુઅલ સિમ સપોર્ટ વાળો Honor 7C એન્ડ્રોઇડ 8.0 ઓરીઓ બેસ્ડ કંપનીની EMUI 8.0 પર ચાલે છે. 2.5D કવ ગ્લાસ સાથે 5.99-ઇંચ HD+ (720×1440 પિક્સેલ) IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3GB/4GB રેમ સાથે ઓક્ટા-કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરવામાં આવે તો Honor 7C રીઅરમાં ડ્યુઅલ કૅમેર સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યો છે. ઉપરાંત આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં સેલ્ફિ અને વિડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તેના અપર્ચર f/2.0 છે સાથે સાથે તેની રીઅર અને ફ્રન્ટ બંને cameras માં પોર્ટ્રેટ મોડ પણ છે.

આ સ્માર્ટફોનમાં 32GB/64GB સ્ટોરેજને કાર્ડની મદદથી વધારી શકાય છે. તેની બેટરી 3000mAhની છે કનેક્ટિવિટીની વાત કરવામાં આવેતો 4G LTE, 3G, 3.5mm હેડફોન જેક, Bluetooth 4.2, Wi-Fi 802.11 b/g/n, માઇક્રો- USB અને FM રેડિયો પણ આપવામાં આવ્યો છે. સાથે સાથે તેની રીઅરમાં ફિન્ગરપ્રિન્ડટ સેંસર પણ આપવામાં આવ્યું છે.

Honor 9N

આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન ઓનર 9Nની ખાસિયત છે. તેની સ્ક્રીન 2.5ડી કર્વ્ડ ગ્લાસ સાથે આવશે. તે સિવાય મિરર જેવી ઇફેક્ટ માટે તેમાં નેનો કોટિંગ ફિનિશ સાથે ગ્લાસના 12 લેયર્સ છે. ઓનરે ચીનમાં લોન્ચ કરેલા Honor 9i ને ભારતમાં Honor 9N તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે.

Honor 9Nના ફીચર્સ
– 5.84 ઇંચની નૉચવાળી ફુલ HD+ ડિસ્પ્લે
– 3/4 જીબી રેમ
– 32 જીબી/64 જીબી/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ 
– 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
– ઓક્ટા-કોર હાઇસિલિકોન 659 પ્રોસેસર 
– ગ્રાફિક્સ માટે માલી T830-MP2 જીપીયુ અને જીપીયૂ ટર્બો ટેક્નોલોજી
– 3000 mAhની બેટરી
– બેકમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફીચર
– એન્ડ્રોઇડ 8.0 ઓરિયો

Oppo A3s

ઓપ્પોએ પોતાના સ્માર્ટફોન Oppo A3sના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. તમે હવે આ સ્માર્ટફોન 8,990 રૂપિયામાં ખરીદી શકો છો. હકીકતમાં કંપનીએ પોતાના આ શાનદાર સ્માર્ટફોનને જુલાઇ મહિનામાં 10,990 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો.

જણાવી દઇએ કે લૉન્ચિંગના ત્રણ મહિના બાદ એટલે કે ઓક્ટોબરમાં કંપનીએ 2જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો જે બાદ આ ફોન 9,990 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તમે તેને ફક્ત 8,990 રૂપિયામાં ખરીદી શકો છો. જણાવી દઇએ કે ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોને ઓપ્પોના આ સ્માર્ટફોનને નવી કિંમત સાથે લિસ્ટ કરી દીધો છો.

Oppo A3sના ફીચર્સ

  • 6.2 ઇંચની HD+ આઇફોન-X જેવી નૉચ સ્ક્રીન
  • 2 જીબી/3 જીબી રેમ
  • 16 જીબી/32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • સ્નેપડ્રેગન 450 પ્રોસેસર
  • ગ્રાફિક્સ માટે એડ્રિનો 506 જીપીયુ
  • 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
  • 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
  • ફેસ અનલોક ફીચર પણ મળશે
  • 4230 mAhની બેટરી.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar