GSTV
Auto & Tech Business Trending

ચૈત્ર નવરાત્રીમાં ખરીદો કાર, કંપનીઓ આપે છે બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ગોલ્ડન ઓફર્સની રેલમછેલ

જો તમારો કાર ખરીદવાનો પ્લાન હોય તો આ તમારા માટે એક સારી તક છે. જ્યારે ચૈત્ર નવરાત્રી પર કાર કંપનીઓ બંપર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ત્યારે ટાટા મોટર્સ , હુંડાઈ મોટર્સ અને મારુતિ સુઝુકી 95000 રૂપીયા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં કારની ખરીદી પર સોનાના સિક્કાઓ આપી રહી છે. દરેક કાર કંપનીઓની ઓફરની છેલ્લી તારીખ 30 એપ્રિલ સુધી છે.

હુંડાઈ મોટર્સ 95000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે

હુંડાઈ મોટર્સ તેની ગ્રાન્ડ i10 કાર પર વધુમાં વધુ 95000 રૂપિયી સુધી અને સેન્ટ્રો કાર પર 31000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. અને કસ્ટમર બન્નેમાંથી કોઈપણ કાર ખરીદશે તો 3 ગ્રામનો સોનાનો સિક્કો પણ આપશે.

ટાટા મોટર્સ 73000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે

દરેક કંપનીઓ અલગ અલગ ઓફર્સ આપી રહી છે. ત્યારે ટાટા મોટર્સે તેમનાં અલગ અલગ કારના મોડલ્સ પર 73000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે. જેમાં હેક્સા પર 73000, નેક્સોન પર 58,000, ટિયાગો પર 71,000 અને ટાટા ટિગોર પર 73,000 સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત, કંપનીએ આકર્ષક ફાઇનાન્સ ઑફર પણ રજૂ કર્યા છે. જેમાં કારની ખરીદી પર 100% ઓન-રોડ ફંડિંગ અને 83 મહિના સુધીના સમયગાળા માટે આપી રહી છે.

મારૂતિ કારો પર 45000 રૂપિયાની છુટ આપી છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકીએ તેની કાર પર રૂ .45,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની અલ્ટો 800, અલ્ટો 10 અને સેલિયા પર રૂ. 45,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

READ ALSO

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV