GSTV
Home » News » વિદેશી બ્યુટી ટીપ્સથી આ રીતે વધારો ચહેરાની સુંદરતા, મળશે ગજબ ટ્રાન્સફોર્મેશન

વિદેશી બ્યુટી ટીપ્સથી આ રીતે વધારો ચહેરાની સુંદરતા, મળશે ગજબ ટ્રાન્સફોર્મેશન

સુંદરતા નિખારવા માટે જેમ ભારતમાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે અન્ય દેશમાં પણ સુંદર અને બેદાગ ત્વચા માટે ખાસ નુકખા અજમાવવામાં આવે છે. વિદેશીઓની ઓળખ સૌથી પહેલા તો તેમના ગોરા રંગ અને સુંદર ચહેરાથી થઈ જાય છે. તેવામાં લોકોમાં ઉત્સુકતા હોય છે કે તેઓ એવું શું કરતા હશે કે તેમની ત્વચા આટલી ગોરી હોય છે. તો આજે જણાવીએ તમને કે ભારત સિવાય અન્ય દેશોમાં સુંદરતા વધારવા માટે કયા કયા નુસખા અજમાવવામાં આવે છે.

આજે 5 દેશની 5 બેસ્ટ બ્યૂટી ટ્રીટમેન્ટ વિશે તમને જાણવા મળશે. આ બ્યૂટી ટીપ્સને તમે પણ અજમાવી શકો છો. તેની મદદથી તમે પણ તમારી ત્વચાને સુંદર અને બેદાગ બનાવી શકો છો. તો જાણી લો અને અજમાવી જુઓ એકવાર.

ગ્રીસ

ગ્રીસના લોકો ખૂબ સુંદર હોય છે. તેમનું સૌથી મોટું બ્યૂટી સીક્રેટ ઓલિવ ઓઈલ છે. ઓલિવ ઓઈલમાં એન્ટીઓક્સીડેંટ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે સૌથી વધારે લાભકારી છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે ત્વચા પર ઓલિવ ઓઈલ લગાવવાથી વધતી ઉંમરની અસર જોવા મળતી નથી. આ ઉપરાંત ત્વચાનું તડકાથી થતા નુકસાન સામે પણ રક્ષણ થાય છે.

ચીન

ભારતમાં જેમ ચહેરો ધોવા માટે ગુલાબજળનો ઉપયોગ થાય છે તેમ પાડોશી દેશ ચીનમાં ચોખાના પાણીનો ઉપયોગ થાય છે. ચીન તેના ચોખા માટે ખૂબ પ્રખ્યાત છે. તેઓ સૌંદર્ય નિખાર માટે ચોખાના પાણીનો ઉપયોગ કરે છે. ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેંટ્સ હોય છે જે ત્વચાને પોષણ આપી એજિંગ ઈફેક્ટને ઘટાડે છે. તે ત્વચાના ફ્રી રેડિકલ્સને પણ ઘટાડે છે. તેના માટે થોડા ચોખાને પાણીમાં પલાળી દેવા. 1 કલાક બાદ ચોખાને પાણીમાંથી કાઢી અને તે પાણીનો ઉપયોગ ચહેરો ધોવા માટે કરવો.

જાપાન

જાપાનની સ્થાનીય દારુ અને ચોખાથી ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સુંદરતા વધારવા કરવામાં આવે છે. ચોખામાંથી બનેલી વાઈનથી લોકો સ્નાન કરે છે. ચોખામાં આથો લાવી તેમાંથી ખાસ દારું બને છે જેને સેક કહેવામાં આવે છે. આ સેકમાં કોઝિક એસિડ હોય છે જે નેચરલી એક્સફોલિએટરનું કામ કરે છે અને દાગ ધબ્બા દૂર કરે છે.

સિંગાપુર

એવોકૈડો સ્વાસ્થ્ય નહીં ત્વચા માટે પણ લાભકારી છે. સિંગાપુરમાં મહિલાઓ એવોકૈડોની પેસ્ટને ત્વચા પર લગાવે છે. તેનાથી ત્વચા કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ થાય છે. માનવામાં આવે છે કે એવોકેડો ઓઈલમાં ફેટી એસિડ પ્રચુર માત્રામાં હોય છે, તેમાં વિટામિન ઈ, પોટેશિયમ, લેસિથિન તેમજ અન્ય પોષક તત્વ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે.

મિસ્ર

આ બ્યૂટી સીક્રેટ તો દુનિયાભરના દેશઓ અપનાવ્યું છે. અહીં દૂધ અને મધનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા કરવામાં આવે છે. દૂધ અને મધના મિશ્રણનો ઉપયોગ કકરવાથી તેમની ત્વચા નાના બાળક જેવી મુલાયમ હોય છે. દૂધના તત્વો ત્વચાના મૃતકોષને દૂર કરી અને તેની સુંદરતા વધારે છે. જ્યારે મધ ત્વચાના સંક્રમણથી રક્ષા કરે છે.

Read Also

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

ઝારખંડમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!