GSTV
Home » News » 95 કિમીથી પણ વધારે માઇલેજ આપે છે આ 4 દેશી બાઇક્સ, કિંમત જાણીને થઇ જશો ખુશ

95 કિમીથી પણ વધારે માઇલેજ આપે છે આ 4 દેશી બાઇક્સ, કિંમત જાણીને થઇ જશો ખુશ

જો તમારે દરરોજ 70 કિલોમીટર કે તેથી વધુ ટ્રાવેલ કરવું પડતું હોય અને તમે એવી બાઇકની તલાશમાં હોય જેની કિંમત ઓછી અને માઇવેજ વધુ હોય. તો આજે અમે તમને એવી 4 બાઇક્સ વિશે જણાવવા જઇ રહ્યાં છે જેની કિંમત તમારા ખિસ્સાને પરવડે એવી છે અને માઇલેજમાં આ બાઇક્સ નંબર વન છે.

Bajaj Platina 100KS

માઇલેજ અને આરામદાયક રાઇડને ધ્યાનમાં લઇએ તો આ એક ઉમદા બાઇક કહી શકાય. તેમાં 102 સીસી વાળું સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે જે 8.08 બીએચપીનોં પાવર અને 8.6 એમએમનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકની કિંમત 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એક લીટરમાં આ બાઇક 90 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.

TVS Sport

TVSની Sport કંપનીની એન્ટ્રી લેવલ અને પોતાના સેગમેન્ટની સૌથી સારી દેખાતી બાઇક છે. ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં લેતા કંપનીએ તેમાં અનેક બદલાવ પણ કર્યા છે. બાઇકમાં 99.77 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે જે 7.7 બીએચપી પાવર અને 7.8 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકની શરૂઆતની કિંમત 41 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એક લીટરમાં આ બાઇક 95 કિલોમીટરની માઇલેજ આપે છે.

Bajaj CT 100

Bajajની CT 100ના હાલ દેશમાં 50 લાખથી વધુ ગ્રાહકો છે. આ બાઇકમાં સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ 99.27 સીસીનું એન્જિન છે. જે 8.08 બીએચપી પાવર અને 8.05 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની કિંમત 33 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એક લીટરમાં આ બાઇક 90 કિલોમીટરની માઇલેજ આપે છે.

Hero HF Deluxe

Heroની HF Deluxe નાના ગામડાઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન એકદમ સિંપલ છે. 97 સીસીનું 4 સ્ટ્રોક એન્જિન છે જે 7.7 બીએચપીનો પાવર અને 8Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ગેર આપવામાં આવી છે. એક લીટરમાં આ બાઇક 83 કિલોમીટરની માઇલેજ આપે છે. બાઇકની કિંમત 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

Read Also

Related posts

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!