GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

દરરોજ 14 રૂપિયાનું રોકાણ અને ખિસ્સામાં આવશે મોટી રકમ! LICની આ પોલીસીમાં ઇન્વેસ્ટમેન્ટના છે જબરદસ્ત ફાયદા

લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (LIC)ની જીવન અનમોલ ટર્મ પોલીસી છે. તમારુ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વીમો ખૂબ જ જરૂરી છે. જો તમે પણ વીમો ખરીદવાની યોજના બનાવી રહ્. હોવ તો આ પોલીસીથી તમને ઘણાં ફાયદા થશે. એલઆઇસી અનમોલ જીવન || ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા ભવિષ્યને ખરેખર સુરક્ષિત બનાવે છે.

આ પ્લાનમાં જો પોલીસીધારકનુ મૃત્યુ મેચ્યોરિટી પહેલા થાય તો તેના પરિવારને પૂરી વીમા રકમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કોઇ મેચ્યોરિટી રકમની ચુકવણી કરવામાં નથી આવતી કારણ કે  એક પ્યોર રિસ્ક કવર યોજના છે.

આ ઉપરાંત પોલીસીમાં તમારી કરપાત્ર આવકમાંથી દર વર્ષે જીવન વીમાના 1,50,000 રૂપિયા સુધીના પ્રિમિયમ ચુકવવા પર આવકવેરાની ધારા 80સી અંતર્ગત છૂટ આપવામાં આવે છે. આ પોલીસી અંતર્ગત જો કોઇ પોલીસીધારક 14 રૂપિયા દરરોજ રોકાણ કરશે તો તેને 15 લાખ રૂપિયાનું કવર મળે છે.

આ પ્લાનમાં દરરોજ 14 રૂપિયા રોકાણ કરવા પર પોલીસીધારકને 15 લાખ રૂપિયાનુ રિસ્ક કવર કેવી રીતે મળશે. માની લોક કે જો કોઇ પોલીસીધારક જેની ઉંમર 30 વર્ષ હોય પરંતુ તે 20 વર્ષ ટર્મ વાળો પ્લાન લે તો તેણે વાર્ષિક 5,345 રૂપિયા ભરવા પડશે. જો દરરોજના હિસાબે જોઇએ તો પોલીસીધારકને દરરોજ 14 રૂપિયા રોકવા પડશે. આ રીતે પોલીસીધારકને નિશ્વિત પ્રિમિયમ ભરવા પર 15 લાખનુ કવર મળે છે. આ યોજના અંતર્ગત તમે તમારી પોલીસી સરેન્ડર ન કરી શકો. તેવામાં તમને સરેન્ડરની રાશિ નહી મળે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના પાલઘરમાં પાંચ બાળકોના મોત, પગ લપસી જતાં ઉંડી ખાઈમાં ફસડાયા જતાં મોતને ભેટ્યા

Harshad Patel

કાનપુરમાં શહીદ થયેલા આઠ પોલીસ કર્મીને યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલી, મોસ્ટ વોન્ટેડને ખતમ કરવા સૂચના

Mansi Patel

મંત્રીમંડળના વિસ્તરણ બાદ સિંધિયાએ ફેંક્યો પડકાર, ‘ટાઈગર અભી જિંદા હૈ’…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!