GSTV

Investment Tips: જ્યારે બેન્ક FD પર આપી રહી હોય ખૂબ જ ઓછુ વ્યાજ તો અહીં કરો રોકાણ, ફાયદામાં રહેશો

રોકાણ

બેંકો પાસે ફંડ સતત વધી રહ્યું છે. કોરોનાવાયરસ મહામારીને લીધે તેઓને આ ફંડ માટે રોકાણના યોગ્ય માધ્યમો પણ નથી મળી રહ્યા. પૂરતા ફંડના કારણે, તેઓ ગ્રાહકોને પણ FD પર ખૂબ ઓછા વ્યાજ ચૂકવે છે. મોટાભાગની બેંકોમાં 6.25 (સિનિયર સિટિઝન્સ માટે) થી લઈને 5 ટકા સુધીનો વ્યાજ દર હોય છે. હાલમાં, બેંક FDનો વ્યાજ દર ઘટવાનું બંધ થઈ ગયું છે, પરંતુ આગામી એખ-દોઢ વર્ષમાં, તે વધુ નીચે આવી શકે છે આવી સ્થિતિમાં, તમારી પાસે કેટલાક વિકલ્પો છે જેમાં તમે તમારા પૈસા લાંબા સમય માટે રોકાણ કરી શકો છો અને 7 થી 7.5% વળતર મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ આ વિકલ્પો વિશે વિગતે…

સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ

તેમાં 60 વર્ષથી ઉપરના ડિપોઝિટર પૈસા જમા કરાવી શકે છે. 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ જેણે વીઆરએસ લીધુ છે, તે આમા પૈસા જમા કરી શકે છે. તેમાં પાંચ વર્ષનો લૉક-ઇન સમયગાળો છે. એફડી પર 7.4 ટકાનું વ્યાજ છે. તેમાં 80 સી અંતર્ગત ટેક્સ કપાતનો લાભ મળે છે. મહત્તમ 15 લાખ સુધી જમા કરી શકાય છે.

લોન

RBI સેવિંગ્સ બોન્ડ

આરબીઆઇ સેવિંગસ બોન્ડ પર 7.15 નો ફ્લોટિંગ રેટ છે. પહેલા તેના પર 7.75 ટકા વ્યાજ હતુ. નજીકના ભવિષ્યમાં તેમાં ઘટાડાનો અંદાજ નથી કારણ કે તેનું વ્યાજ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સાથે લિંક્ડ છે. એનએસસી પર 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. એનએસસીમાં મોટી સંખ્યામાં રિટાયર્ડ લોકો ઇનવેસ્ટ કરે છે. તેથી વ્યાજના દર ઘટવાની આશંકા ઓછી છે.  

એલાઉન્સ

પીપીએફ

પીપીએફ પર 7.1 ટકા વ્યાજ મળે છે. જો કે તેનો લોક-ઇન પીરિયડ 15 વર્ષનો છે. તેના પર 80સી અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે. સાથે જ પાંચ વર્ષ બાદ તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. 15 વર્ષમાં મેચ્યોરિટી બાદ રોકાણને પાંચ વર્ષના મલ્ટીપલમાં વધારી શકાય છે.

બચત

નાની બેન્કની એફડી

ભલે મોટી બેન્ક એફડી પર ઓછુ વ્યાજ આપી રહી છે. પરંતુ નાની બેન્ક પાંચ વર્ષની ડિપોઝીટ પર 7 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. જો કે થોડુ જોખમ પણ છે. તાજેતરમાં જ અનેક કો-ઓપરેટિવ બેન્ક દેવાળુ ફૂંકી ચુકી છે. પરિણામે તેનું ધ્યાન રાખીને રોકાણ કરો.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!