GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

શિખર-રોહિતની જોડીએ આ મામલે સચિન-સહેવાગને પાછળ ધકેલ્યાં

shikhar rohit partnership

શિખર ધવન (143) અને રોહિત શર્મા (95)એ મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાની સામે શ્રેણીની ચોથી વન-ડેમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી. આ બંનેની જોડીએ પહેલી વિકેટ માટે 31 ઓવરોમાં 193 રનોની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમ્યાન વન-ડે ઈન્ટરનેશનલ (વન-ડે કારકિર્દી દરમ્યાન કોઈ પણ વિકેટ માટે)માં સૌથી વધુ રનોની ભાગીદારી કરવા મામલે પ્રખ્યાત જોડી સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગને પાછળ ધકેલી દીધા છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન અને વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે વન-ડે કારકિર્દી દરમ્યાન ભારત માટે 114 ઈનિંગમાં 39.16ની સરેરાશથી 4387 રનોની ભાગીદારી કરી. આ દરમ્યાન આ જોડીએ 13 સદી અને 18 અર્ધસદી ભાગીદારીને પણ અંજામ આપ્યો. જ્યારે આ મેચ બાદ હિટમેન રોહિત અને ગબ્બર ધવનની જોડીના નામે 102 ઈનિંગમાં 45.25ની સરેરાશથી 4571 રન નોંધાયેલા છે.

વન-ડેમાં આ ભારતની બીજી, જ્યારે દુનિયાની 7મી સર્વશ્રેષ્ઠ જોડી બની ગઇ છે. વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો આ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડીના નામે નોંધાયેલો છે. આ બંને મહારથીઓએ 1992થી 2007ની વચ્ચે 176 ઈનિંગમાં 47.55ની સરેરાશથી 8227 રનોની ભાગીદારી કરી. આ જોડીના નામે 26 સદી અને 29 અર્ધસદી ભાગીદારી પણ નોંધાયેલી છે.

વન-ડેમાં ભારત માટે 5 સર્વશ્રેષ્ઠ જોડીઓ

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર: 176 ઈનિંગમાં 8227 રન
શિખર ધવન અને રોહિત શર્મા: 102 ઈનિંગમાં 4571 રન
વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર: 114 ઈનિંગમાં 4387 રન
રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી: 87 ઈનિંગમાં 4332 રન
વિરાટ કોહલી અને રોહિત શર્મા: 72 ઈનિંગમાં 4328 રન

READ ALSO

Related posts

ફિનલેન્ડમાં ભારતનાં રાજદૂત બન્યા રવિશ કુમાર, જલ્દી સંભાળશે જવાબદારી

Mansi Patel

સેક્સ દરમિયાન યુગલોએ કોરોનાથી કેવી રીતે બચવું, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ

Harshad Patel

PM મોદીના નેતૃત્વમાં વડાપ્રધાન નિવાસ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ, મહત્વનાં નિર્ણયો પર લાગી મહોર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!