GSTV
Health & Fitness Life Trending

Food For Men: પુરૂષોને તાકાતવર અને હેલ્ધી બનાવે છે આ ફૂડ્સ, ડાયટ લિસ્ટમાં કરી લો સામેલ

Best Food For Men: હલના સમયમાં પુરૂષોના માથે એકસાથે ઘણી જવાબદારીઓ, અભ્યાસ અને કરિયરની ચિંતાથી લઈને પરિવારનો ખર્ચ કાઢવો સરળ નથી હોતો. આ બધા વચ્ચે તેઓ પોતાનું ધ્યાન નથી રાખી શકતા.

તેમાં મોટાપા, હાઈ કોલેસ્ટ્રૉલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પેદા થાય છે. એવામાં તમારે તમારા ડાયટ હેબિટ્સમાં ફેરફાર કરવો પડશે ત્યારે તમે સ્વસ્થ અને તાકાતવાર બની શકો છો.

પુરૂષો માટે સુપરફૂડ્સ

દૂધ

પુરૂષોએ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દૂધ અને તેનાથી બનેલી ચીજોનું સેવન જરૂર કરવું જોઈએ કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, અમિનો એસિડ અને લ્યૂટિનની ભરપૂર માત્રા મળી આવે છે. તેમાં પુરૂષોને મજબૂતી મળે છે.

ઈંડા

કહેવાય છે કે ‘સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે’ તેનું કારણ એ છે કે આ કોઈ સુપરફૂડથી કમ નથી હોતું, તેને નિયમિત નાસ્તામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. ઈંડામાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યૂટિન રહેલું હોય છે જે બૉડી માટે ખૂબ જ જરૂરી છે.

સીડ્સ

આપણા રસોડામાં એવા ઘણા સીડ્સ રહેલા છે જે પુરૂષોના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે. આ બીજોમાં પ્રોટીન, ફાયબર અને નેચરલ ફૈટ હોય છે જે પ્રોસ્ટેટ અને કોલન કેન્સરના જોખમને ઓછું કરી શકે છે.

લીલા શાકભાજી

હેલ્થ એક્સપર્ટ હંમેશાથી લીલા શાકભાજીને ડેલી ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, કારણ કે તે પુરૂષો સહિત બધા માટે લાભદાયક હોય છે. તમે આ લિસ્ટમાં પાલક, બ્રોકલી અને કોબીજને જરૂર સામેલ કરો.

ડ્રાય ફ્રૂટ્સ

ડ્રાય ફ્રૂટ્સને હંમેશાથી સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે કારણ કે તેનાથી ન ફક્ત શરીર પણ મગજને પણ ઘણો ફાયદો થાય છે. જો તમે બદામ અને અખરોટ ખાશો તો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થઈ જશે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV