GSTV

ભારતની સૌથી ધાંસૂ કોમ્પેક્ટ SUV કારો, મળી રહી છે 9 લાખ કરતાં પણ ઓછી કિંમતે

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કોમ્પેક્ટ SUVની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સેગમેન્ટ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણી મોટી બ્રાન્ડ્સ આ સેગમેન્ટમાં નવા ઉત્પાદનો લાવી રહી છે. તહેવારની સીઝન બહુ દૂર નથી, તેથી જો તમે નવી કોમ્પેક્ટ SUV લવવાની યોજના કરી રહ્યા છો અને કઈ કાર ખરીદવી તે નક્કી કરવામાં અસમર્થ છો, તો અહીં અમે તમને BS6 એન્જિનવાળી કોમ્પેક્ટ એસયુવી કાર વિશે જણાવી રહ્યા છીએ.

ટોયોટા અર્બન ક્રુઝર – 8.40 લાખ

આ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાનો બીજો પ્રકાર છે, ટોયોટા-સુઝુકી પાર્ટનરશિપ હેઠળ લોન્ચ કરવામાં આવેલી બીજી કાર છે. નવા ટોયોટા અર્બન ક્રુઝર (Toyota Urban Cruiser)ની શરૂઆતની કિંમત 8.40 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. તે એક સબ-4 મીટર કોમ્પેક્ટ SUV છે, જેની સીધી Hyundai Venueની કાર સાથે સીધી જ સ્પર્ધા કરશે.

હ્યુન્ડાઇ વેન્યૂ- 6.70 લાખ

આ કારની શરૂઆતની કિંમત 6.70 લાખ રૂપિયા છે. આ કાર એક સ્પોર્ટી લુક સાથે આવે છે. કારને ડ્યુઅલ ટોન અપહોલ્સ્ટરી સાથે 5 સીટર લેઆઉટ મળે છે. આ સિવાય આ કારમાં ઇલેક્ટ્રિક સનરૂફ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ ફંક્શન અને 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ પેનલ પણ મળે છે.

ટાટા નેક્સન – 6.95 લાખ

ટાટાની આ કાર આધુનિક ડિઝાઇનથી સજ્જ છે. આ કારમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો છે જે અનુક્રમે 110hp પાવર/170Nm ટોર્ક અને 110hp પાવર/ 170Nm ટોર્ક જનરેટ કરે છે.

​કિયા સોનેટ – 6.71 લાખ

કિયાની આ કાર 6.71 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે આવે છે. આ કારને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં કારનું બુકિંગ હવે 25 હજારનો આંકડો વટાવી ચૂક્યુ છે. કંપનીનો દાવો છે કે આ કારને દૈનિક 1000 થી વધુ બુકિંગ મળી રહ્યા છે. હાલમાં, આ કારની રાહ જોવા માટેનો સમય 6 મહિનાનો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!