ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું હતું. એક ટીવી ચેનલ માટે કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા કરાયેલા મૂડ ઑફ નેશન સર્વેમાં સતત ત્રીજીવાર યોગી આદિત્યનાથ શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન જાહેર થયા હતા. જો કે ભાજપ માટે આ એક જ આશ્વાસન હતું. ઉત્તમ વહીવટ માટે સર્વેમાં પંકાયેલા સાતમાં યોગી એકમાત્ર ભાજપી મુખ્ય પ્રધાન હતા. બાકીના છ એ છ મુખ્ય પ્રધાનો બિનભાજપી અને બિનકોંગ્રેસી રાજ્ય સરકારોના હતા.

મમતા ફેંકાઇ ગયા, માત્ર નવ ટકા મતો મળ્યા
સૌથી રસપ્રદ વાત એ હતી કે યોગીની પહેલાં સતત ત્રણ વાર શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકે સર્વેમાં ચૂંટાયેલી પશ્ચિમ બંગાળની મમતા બેનરજી આ વખતે છેક ચોથા ક્રમે ફેંકાઇ ગઇ છે. મમતાને માત્ર નવ ટકા મતો મળ્યા હતા.

જાણો કયા રાજ્યના મુખ્યમંત્રીને યાદીમાં મળ્યું સ્થાન
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીને 11 ટકા મતો મળ્યા હતા. આ પહેલાં ગયા વર્ષના જાન્યુઆરીમાં થયેલા સર્વેમાં પણ યોગી આદિત્યનાથ સર્વોત્તમ મુખ્ય પ્રધાન બન્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવા ડઝનબંધ ગંભીર અપરાધ થયા છતાં સર્વેમાં યોગી સર્વોત્તમ મુખ્ય પ્રધાન તરીકે પસંદ થયા હતા.

ગયા વર્ષના સર્વેમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી 11-11 ટકા મતો સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવ્યા હતા. આ વખતે મમતા ચોથા નંબરે પહોંચી ગયાં હતાં. આ સર્વે 2020ના જુલાઇની 15મીથી 2020ના જુલાઇની 27મી વચ્ચે કરાયો હતો અને એમાં કુલ 12,021 લોકોને સવાલ પૂછવામાં આવ્યા હતા. 67 ટકા લોકો ગ્રામ વિસ્તારના હતા જ્યારે 33 ટકા લોકો શહેરી વિસ્તારના હતા. સર્વેમાં કુલ 97 સંસદીય બેઠકો અને આખા દેશના કુલ 19 રાજ્યોની 194 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.
Read Also
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી