GSTV

Photos: IPLના 8 શ્રેષ્ઠ કેચ, જેણે ક્રિકેટ રસીકોના દિલમાં બનાવ્યું ખાસ સ્થાન

Last Updated on September 14, 2020 by Mansi Patel

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને ફરી શરૂ થઈ જશે વર્લ્ડ ક્રિકેટની સૌથી હાઈ પ્રોફાઈલ લીગ. તેવામાં અહીંયા સૌથી વધારે બેસ્ટ ફિલ્ડીંગ અને કેચની ચર્ચા થઈ રહી છે. પાછલી સીઝનમાં ચેન્નઈ સુપરકિંગ્રસની સામે મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડે બાઉન્ડ્રી લાઈન ઉપર એક હાથે કેચ પકડ્યો હતો. જેને જોઈને સૌ કોઈ હક્કા બક્કા થઈ ગયા હતાં.

આઈપીએલ 10માં દિલ્હી ડેરડેવિલ્સની સામે બેન સ્ટોક્સે આઈપીએલ 10ના ગ્રુપ મેચ દરમયાન મોહમ્મદ શમીનો બાઉન્ડ્રી લાઈન ઉપર અદભૂત કેચ પકડ્યો હતો જેને જોઈને દર્શકો પણ હેરાન થઈ ગયા હતાં.

આઈપીએલ 2015માં રાજસ્થાનના શેન વોટસનના ઉંચે જતા છક્કાને ડેવેન બ્રાવોએ ઉપર ઉછળીને કેચ કરીને આ મેચનો નિર્ણય બદલી નાંખ્યો હતો. આ કેસ એટલો અવિશ્વનિય હતો કે, બ્રાવો જાણે માણસ નહીં પણ કોઈ ઉડન કસ્તરી હોય.

આઈપીએલ 2013માં રોસ ટેલરે ફાઈન લેગની ઉપર લગાવવામાં આવેલા છક્કાને ગુરકીરત સિંહ માને કેચમાં બદલી નાંખ્યો હતો.
કેકેઆરની સામે ગુજરાત લાયન્સના સુરેશ રૈનાએ એવો કેચ પકડ્યો જે જોઈને કહી શકાય છે કે, રૈના જ આ કેચને પકડી શકે છે. સ્મિથ બોલમાં સૂર્યકુમાર યાદવે સ્લિપ ઉપર રમવામાં ચતુરાઈ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભૂલી ગયો હતો કે ત્યાં સુરેશ રૈના ઉભો છે. રૈનાએ હવામાં ઉડીને આ કેચને પકડી લીધો.

એબી ડિવિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સના અંબિત રાયૂડુનો એવો કેચ પકડ્યો તો દર્શકો પણ ચીચીયારી બોલાવી રહ્યાં હતાં.

ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્રિસ લીને આઈપીએલ 2014માં બાઉન્ડ્રી લાઈન ઉપર ડિવિલિયર્સનો અવિશ્વનિય કેચ પકડ્યો હતો. આ આઈપીએલના ઈતિહાસનો સૌથી સારા કેચોમાંનો એક છે.

આરસીબીના શેન વોટસન અને ડેવિડ વીસે દિલ્હી ડેરડેવિલ્સના શ્રેયસ અય્યરનો કેસ એવી જુગલબંદીથી પકડ્યો કે તમે હેરાન થઈ જશો.

Related posts

લાવો હવે લાવો / મોદીનો ઓલિમ્પિક્સમાં 10 મેડલનો વીડિયો વાયરલ, પીએમને તો બધુ જ એડવાન્સ હોય છે ખબર

Dhruv Brahmbhatt

કર્ણાટકમાં ડખો/ ભાજપ આપી રહ્યું છે મંત્રીપદ પણ હવે આ નેતા નથી તૈયાર, સીએમે સમજાવ્યા પણ ન થયા ટસના મસ

Damini Patel

PM Kisan/ આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ આ રીતે લિસ્ટમાં ચેક કરી લો તમારુ નામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!